હળવદ માળીયા હાઈવે પર આવેલી પેટ્રો કેમિકલ કંપનીમાં આગ લાગી
હળવદ: મોરબી જિલ્લાના હળવદ માળીયા હાઈવે પર આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હળવદ માળીયા હાઈવે પર પેટ્રો કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે કંપનીએ પહોંચીને આગ પર પાણીનો મારો ચાલુ કર્યો હતો. મહત્વનું છે કે આગ લાગવાનું કારણ અકબંધ છે.
પેટ્રો કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો કે આગ લાગવાના કારણે કેટલા પ્રમાણમાં નુકસાન થયુ તે જાણી શકાયુ નથી. સદભાગ્યે આગની આ આગ લાગવાની ઘટનામાં કોઇ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થવા પામ્યા ન હતા. આગ કેવી રીતે લાગી તેનું કારણ તપાસ બાદ જાણી શકાશે.
*પ્રતિકાત્મક ફોટો