ઊનાના ગામે આકાશમાંથી બગલો નીચે પડતા મોત, બર્ડ ફ્લુની આશંકા

કોરોના સામે ઝુંબેશ આપવા સમગ્ર ગુજરાતમાં રસીકરણ ચાલુ કરવામાં આવ્યું છે જેનાથી કોરોના કેસ માં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે એક નવો રોગ બર્ડ ફ્લૂ આવી રહ્યો છે. ઊનાના નવાબંદર ગામે આકાશમાં ઉડતો બગલો નીચે પડી મોત નિપજતા બર્ડ ફ્લુની આશંકા જોવા મળતા તાત્કાલીક આરોગ્ય વિભાગ અને પશુપાલક વિભાગ સ્થળે પર દોડી જઇને મૃત બગલાનું સેમ્પલ લઇ લેબ ખાતે મોકલી આપ્યું  છે. નવાબંદર ગામે બપોરના સમયે અચાનક આકાશમાં ઉડતો બગલો નીચે પડી ગયો હતો.

અને તેનું  મોત થયું હતું. બગલાનું મોત થતા આ વિસ્તારના લોકો એકત્ર થઇ થયેલ હતા. અને આ બાબતે આજુબાજુના જાગૃત યુવાનો દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરતા ધટના સ્થળે દોડી ગયેલા અને પશુપાલક વિભાગનેજાણ કરતા વેટનરી ડોક્ટર સહીતની ટીમ તાત્કાલીક નવાબંદર ગામે પહોચી હતીઅને મૃત બગલાના સેમ્પલ લઇ લેબ ખાતે મોકલી આપ્યા છે.

જોકે થોડા દિવસ પહેલાજ ઉનાના ચીખલી ગામે મરધાને બર્ડ ફ્લુ પોઝીટીવ આવતા અને આજુબાજુના વિસ્તારમાંથી ૨૦૦ થી વધુ મરધાઓને નાશ કરી દીધેલ હતો. નવાબંદરમાં આજે અચાનક ઉડતો બગલો નીચે પડતા બર્ડ ફ્લુની આશંકાને ધ્યાને રાખી પશુપાલન વિભાગે સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news