સુરતના ખટોદરામાં આવેલ કંપનીના કમ્પ્રેસરનો પાઈપ ફાટતાં કારીગરનું મોત

સુરતઃ સુરતના ખટોદરામાં કમ્પ્રેસરનો પાઈપ ફાટી જતા કારીગરનું મોત નીપજ્યું છે. ૧૯ વર્ષીય સેઠારામ જ્યોતિક્રાફ્ટ નામની કંપનીમાં કામ કરતો હતો. કંપનીમાં કમ્પ્રેસર મશીનનું ફિટિંગનું કામ ચાલતું હતું. એયર ટેન્કનો પાઈપ ફાટી જતા ટેન્ક અચાનક ઉછળીને યુવકને ભટકાયો હતો.

સુરત શહેરના ખટોદરા હીરાચંદ સોસાયટીમાં આવેલ જ્યોતિક્રાફ્ટ નામની કંપનીમાં ૧૯ વર્ષીય સેઠા રામ નામનો યુવક નોકરી કરતો હતો. કંપનીમાં કમ્પ્રેસર મશીનનું ફિટિંગનું કામ ચાલતું હતું. સેઠા રામ ત્યાં જ કંપની કામ કરતો હતો. દરમિયાન કમ્પ્રેસર મશીનનો પાઈક લીકેજ લઈ જતા ટેન્ક અચાનક ઉછળીને યુવકને ભટકાયો હતો. ઘટનાને કામ કરી રહેલા કર્મચારીઓ દોડી આવ્યા હતા. યુવકને ઇજાગ્રતા હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફરજ પર હાજર તબીબએ યુવકને મૃતક જાહેર કર્યો હતો. મૃતક યુવક સેઠા રામ મુળ રાજસ્થાનનો વતની છે. તેનો પરિવાર વતનમાં રહે છે. પિતા ખેતી કામ કરે છે. એક ભાઈ હાલ અભ્યાસ કરી રહ્યો છે. સેઠા રામ ખટોદરા ખાતે કંપનીમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ હતો. કંપનીમાં કમ્પ્રેસર મશીનનું ફિટિંગનું કામ ચાલતું હતું. સેઠા રામ ત્યાં જ કંપની કામ કરતો હતો. અચાનક કમ્પ્રેસર મશીનનો પાઈક લીકેજ લઈ જતા ટેન્ક ઉછળીને યુવકને ભટકતા મોત નીપજ્યું હતું.

ઘટનાને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. યુવકનો ભાઈ છેલ્લાં ઘણાં વર્ષોથી આ કંપનીમાં નોકરી કરતો હતો અને નાના ભાઈને પણ તેણે જ નોકરી પર લગાવ્યો હતો. દુખની વાત એ છે કે, યુવક સેઠા રામ હજી આઠ દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો. નવમા દિવસે તેને મોત મળ્યુ હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news