શીત લહેર પ્રભાવઃ અમદાવાદ આવતી-જતી ૮ ફ્લાઇટ રદ અને ૬ ફ્લાઇટ લેટ

ઉત્તર ભારતમાં શીત લહેર અને ધુમ્મસની અસર અમદાવાદ આવતી-જતી ફ્લાઇટો પર પણ જોવા મળી છે. અમદાવાદ આવતી-જતી ૮ ફ્લાઇટ રદ અને ૬ ફ્લાઇટ ૪૫ મિનિટ કરતા મોડી પડી હતી. ફ્લાઇટો મોડી અને કેન્સલ થવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડી પડનારી ફ્લાઇટોમાં ૩ સ્પાઇસ જેટની, ૧ ઇન્ડિગોની અને ૩ ગોએરની છે. જ્યારે સ્પાઇસ જેટની સૌથી વધુ ૬ અને ઇન્ડિગોની ૨ ફ્લાઇટો કેન્સલ થઇ હતી. ઠંડીને કારણે કેન્સલ થયેલી ફ્લાઇટો દરેક રિજનની જોવા મળી રહી છે

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news