ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે સપ્તાહ દરમિયાન નિઃશુલ્ક પ્રવેશ અપાશે

ગીર ફાઉન્ડેશન- ગાંધીનગર દ્વારા તા.૦૨ થી ૮ ઑક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહ- ૨૦૨૩ની ઉજવણી કરાશે

ગાંધીનગરઃ પ્રતિ વર્ષ ગુજરાત સહિત દેશભરમાં તારીખ ૦૨થી ૦૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ વધુમાં વધુ નાગરિકોને વન્યજીવ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. દર વર્ષે ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

આ વર્ષે ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા બટરફ્લાય- પ્લાન્ટ વોક, બર્ડ વોક, કોલેજના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ કમ ટ્રેનિંગ ઉપરાંત બાળકો માટે સ્પોટ ક્વિઝ, સ્પોટ પેઇન્ટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  આ સિવાય ખાસ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફિ કોમ્પિટીશન તેમજ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે માટે વધુ માહિતી https://sites.google.com/view/geer-ee પરથી મેળવી શકાશે તેમ, ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ -GEER ફાઉન્ડેશન, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news