કોવિડ કરતા ૨૦ ગણી ખતરનાક બીમારી ગમે ત્યારે ત્રાટકી શકે છે, વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી કે ૫ કરોડ લોકોના થશે મોત

નવીદિલ્હીઃ દુનિયાભરમાં એક મોટી બીમારી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ એલર્ટ બહાર પાડતા કહ્યું છે કે નવી બીમારી એક્સ (X)થી ૫ કરોડ લોકોના મોત થઈ શકે છે. આ નવી બીમારી કોરોના મહામારીની સરખામણીમાં ૨૦ ગણી વધુ મોટી બીમારી છે. WHOના પ્રમુખ ડૉ. ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે કહ્યું કે આ બીમારી એક્સ ગમે ત્યારે ત્રાટકી શકે છે અને આ મહામારીથી એવી આશંકા છે કે જેમાં લાખો લોકોના મોત થશે. આ ખુબ જ ઘાતક છે અને તેનાથી બચવા માટે વૈજ્ઞાનિકો રસી બનાવવા પર કામ કરી રહ્યા છે.

WHOએ કહ્યું કે કોરોના મહામારીથી અત્યાર સુધીમાં ૨૫ લાખ લોકોના મોત થયા હોવાનું અનુમાન છે, પરંતુ આ નવી બીમારી તેના કરતા વધુ ઘાતક છે અને તેના કારણે ૫ કરોડ લોકોના મોત થવાની આશંકા છે.  ગ્લોબલ હેલ્થ એક્સપર્ટ્‌સે નવી બીમારી વિશે કહ્યું છે કે એવો ડર છે કે ડિસીઝ એક્સના કારણે સ્પેનિશ ફ્લૂ જેવી તબાહી ન આવી જાય. ૧૯૧૮-૨૦માં સ્પેનિશ ફ્લૂના કારણે દુનિયાભરમાં ૫ કરોડથી વધુ લોકોના મોત થયા હતા.

યુકેના વેક્સીન ટાક્સફોર્સના અધ્યક્ષ કેટ બિંઘમે કહ્યું કે આવી મહામારી લાખો લોકોના જીવ લઈ લે છે. ફર્સ્ટ વર્લ્ડ વોરમાં મૃતકોની સંખ્યાથી બમણા લોકો સ્પેનિશ ફ્લૂના કારણે સમય કરતા પહેલા મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે પહેલાની સરખામણીમાં આજે અનેક ગણા વધુ વાયરસ હાજર છે અને તેના વેરિએન્ટ્‌સ પણ ઝડપથી લોકોને સંક્રમિત કરે છે. જો કે બધા વેરિએન્ટ ઘાતક હોતા નથી, પરંતુ તે મહામારી લાવી શકે છે. લગભગ ૨૫ વાયરસ ફેમિલીની ઓળખ કરી લેવાઈ છે અને વૈજ્ઞાનિકો જલદી રસી બનાવી લેશે.

WHOએ કહ્યું કે લોકોએ નવી બીમારીથી બચવાની જરૂર છે. આ તમામ સંક્રામક રોગ છે અને આ મહામારીનું કારણ બનશે. તેમાં નવી બીમારી એક્સની સાથે જ ઈબોલા વાયરસ, મારબર્ગ, સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, કોવિડ-૧૯, ઝીકા, મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ વગેરે સામેલ છે. તેમાંથી સૌથી વધુ ખતરનાક બીમારી એક્સને માનવામાં આવે છે.

હેલ્થ એક્સપર્ટે કહ્યું કે કોરોના પહેલા પણ ડિસીઝ એક્સ હતો. જેને કોરોના નામ અપાયું હતું. આ શબ્દનો ઉપયોગ એટલા માટે થાય છે કારણ કે જેવી આ બીમારી વિશે ખબર પડે કે તેને નામ આપી દેવામાં આવશે. આ એક પ્રકારનું પ્લેસહોલ્ડર છે. ચિકિત્સા વિજ્ઞાનમાં અજાણી બીમારી માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. હાલ આ બીમારીના આકાર-પ્રકાર વિશે વૈજ્ઞાનિકો પાસે સ્પષ્ટ જાણકારી નથી. તેનું નામ ડિસીઝ એક્સ એટલા માટે રાખવામાં આવ્યું છે કે જેથી કરીને આગામી વખતે કોઈ નવી બીમારી વિશે ખબર પડે તો તેનું નામ આની સાથે બદલી નાખવામાં આવશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news