દાહોદના સંજેલીમાં વારંવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાંખવામાં આવતાં ભારે રોષ, આરોગ્ય વિભાગ તપાસ કરે તેવી માંગ
દાહોદ: દાહોદના સંજેલીમાં વારંવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાંખવામાં આવી રહ્યા છે. સંજેલીના ડુમરાળ રસ્તા પર ફરી એકવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં જોવા મળ્યું છે. બે દિવસ પહેલા પણ ભામણ ઘાટીમાં કોઇ શખ્સ મેડિકલ વેસ્ટ ફેંકી ગયું હોવાનું સામે આવ્યુ હતુ. તો ચોક્કસથી આ તપાસનો વિષય છે, કે મેડિકલ વેસ્ટ કોણ ફેંકી જાય છે. આ કોઇ સરકારી હોસ્પિટલનો છે, કે ખાનગી હોસ્પિટલનો છે કે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા નાખવામાં આવે છે. આ અંગે આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરણે તપાસ કરીને કાર્યવાહી કરે તે જરૂરી છે.