ગુજરાત ગેસ ભાવમાં કર્યો વધારો, ગુજરાત ગેસ લિમિટેડે ઔદ્યોગિક ગેસના ભાવમાં રૂ. ૨.૪૦નો વધારો કર્યો

નવીદિલ્હીઃ ગુજરાત ગેસ લિમિટેડ કંપનીએ ઔદ્યોગિક ગેસના ભાવમાં રૂ. ૨.૪૦નો વધારો કર્યો છે. આ કારણે હવે તેની કિંમત હાલના રૂ. ૩૮.૪૩ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (scm)થી વધીને રૂ. ૪૦.૮૩ પ્રતિ scm થઈ ગઈ છે.

રિપોર્ટ અનુસાર, સ્પોટ લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)ના ઊંચા ભાવને કારણે કિંમતોમાં વધારો થયો છે. એક ખાનગી ન્યુઝ ચેનલ દ્વારા ૨૦ ઓગસ્ટના રોજ પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. નવી કિંમતો ૨૧ ઓગસ્ટથી લાગુ થશે. સતત પાંચ વાર ભાવ ઘટાડા બાદ ગુજરાત ગેસે હવે ૨૦૨૩માં ભાવ વધાર્યા છે. વર્ષની શરૂઆતમાં ઔદ્યોગિક ગેસના દર રૂ. ૪૭.૯૩/ scm હતા. ગુજરાત ગેસે ૨૦૨૩માં પાંચમી વખત કિંમતમાં ઘટાડો કર્યા બાદ મે મહિનામાં કિંમત ઘટીને રૂ. ૩૮.૪૩ પ્રતિ સેમી થઈ ગઈ હતી.

ગુજરાત ગેસે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે ૪૩.૪ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે જે રૂ. ૨૧૬ કરોડ થયો છે. કંપનીએ નાણાકીય વર્ષ 24માં રૂ. ૪૧૨.૭૧ કરોડનો EBITDA નોંધાવ્યો હતો જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. ૬૨૬.૩૯ કરોડ હતો.

ગુજરાત ગેસે જણાવ્યું હતું કે ક્વાર્ટર માટે તેનું કુલ ગેસ વેચાણ વોલ્યુમ ૯.૨૨ mmscmd (મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ) હતું, જે અગાઉના ક્વાર્ટરમાં ૮.૮૬ mmscmd હતું. ઔદ્યોગિક વોલ્યુમ અગાઉના ક્વાર્ટર (Q4FY23) કરતાં ૧૦ ટકા વધીને ૫.૮૮ mmscmd પર પહોંચી ગયું છે. ૧૮ ઓગસ્ટના રોજ દ્ગજીઈ પર ગુજરાત ગેસનો શેર ૦.૩૬ ટકાના ઘટાડા સાથે રૂ. ૪૫૨.૫૫ પર બંધ થયો હતો. ગુજરાત ગેસે (Gujarat Gas Ltd) ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

કંપનીનો ચોખ્ખો નફો રૂ. ૩૬૯.૨ કરોડ રહ્યો હતો. કંપનીના નફામાં થોડો ઘટાડો થયો છે જાકે પરિણામની સાથે કંપનીએ શેર દીઠ ૩૩૩ ટકા ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. તે રૂ. ૩૧૮૬૨ કરોડના માર્કેટ કેપ સાથે લાર્જકેપ કંપની છે. ૫૨ સપ્તાહનો સૌથી વધુ રૂ.૫૮૪ અને સૌથી ઓછો રૂ.૪૦૩ છે. કંપનીના શેરે એક વર્ષમાં લગભગ ૯ ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે જ્યારે ત્રણ વર્ષનું વળતર ૯૦ ટકા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news