રાજ્યમાં આગામી ૨૪ કલાક વરસાદનું જોર યથાવત રહેશે : હવામાન વિભાગ

હવામાન વિભાગની આગામી પાંચ દિવસને લઇ આગાહી જાહેર કરી છે.રાજ્યમાં આગામી ૨૪ કલાક વરસાદનું જોર યથાવત રહેશે, અને આવનારા બે દિવસ અતિભારે વરસાદ રહેવાની ધારણા છે.સારી બાબત એ છે કે બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે ,આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે.

આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ,વડોદરામાં ઓરેન્જ અલર્ટ, અમદાવાદમાં પણ ભારે વરસાદ રહેશે ,હાલ મોન્સૂન ટ્રફ ડીસા ઉપર હોવાથી વરસાદ રહેશે ,આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ,આવતી કાલે મહેસાણા. બનાસકાંઠા. સાબરકાંઠા. દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે અમદાવાદ. ગાંધીનગર. એવલ્લી. નવસારી વલસાડ અને જૂનાગઢ ગીર સોમનાથમાં યલ્લો એલર્ટ અપાયું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news