ભારે વરસાદના પગલે ગીર સોમનાથમાં જળ તાંડવ
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીરસોમનાથમાં જળ તાંડવ જોવા મળ્યુ છે. ભારે વરસાદના પગલે NDRF ની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર નિકાળવામાં આવ્યા છે. પાણીની આફતમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં ૧૯૫ પુરુષ, ૧૮૫ મહિલા, ૨૧૦ બાળકો સહિત ૫૬૦ લોકોનું NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. વેરાવળ-સોમનાથના વિસ્તારોમાં વરસાદે આફત સર્જી છે.
તો બીજી તરફ આજે વલસાડ જિલ્લામાં મોડી સાંજે વરસેલા વરસાદે તરાજી સર્જી છે. ભારે વરસાદે વાપી તેમજ વલસાડ શહેરમાં ઠેર- ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના પગલે લોકોની દુકાનો અને સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. વલસાડના વાપીના ગુંજન વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા દુકાનોમાં રાત્રી દરમિયાન પાણી ભરાયા છે.