ભાવનગરના ઘોઘામાં સ્થપાશે દરિયાના પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ
ઘોઘામાં ૭૦ એમએલડી પાણીનો પ્લાન્ટ નાખવા માટે સરકારે તજવીજ હાથ ધરી
સીએસએમસીઆરઆઈ દરિયાના ખારા પાણીને મીઠું કરી આપે છે. સીએસએમસીઆરઆઈ એ વિકસાવેલા સાધન બાદ પ્રથમ ચેન્નઈમાં આવેલા સુનામી બાદ ત્યાં સ્થાપના કરી હતી. જોકે, હાલ વડાપ્રધાને ડી સેલીનેશન પ્લાન્ટના કરેલા ઉદ્દઘાટનમાં ભાવનગરના ઘોઘાનો પણ સમાવેશ કર્યો છે. તેથી આગામી દિવસોમાં ઘોઘામાં દરિયાના પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ વિકસાવવામાં આવશે.
ભાવનગરનું ઘોઘા બંદર અને ઘોઘા ગામ વર્ષોથી દરિયા કિનારે છે અને ભાવનગરના દરિયા કિનારાના ગામો માટે પીવાના પાણીની સમસ્યા હલ કરવા દેશના વડાપ્રધાને પ્રથમ કચ્છ માંડવી ખાતે ૧૦૦ એમએલડી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
તે પૈકી ઘોઘાનો પણ તે સમયે સમાવેશ કરવામાં આવ્યો હતો. જેથી ઘોઘા પ્લાન્ટ માટે ગતિવિધિઓ તંત્ર અને સરકારે શરૂ કરી દીધી છે. ભાવનગરના ઘોઘામાં ૭૦ એમએલડી પાણીનો પ્લાન્ટ નાખવા માટે સરકારે તજવીજ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આશરે ૫૫૦ કરોડ મંજુર થયા છે અને તેના ૫૦ ટકા ફાળવાઈ ગયા છે. જમીનની સેમ્પલ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે શ્રી ગણેશ કરીને પ્લાન્ટ માટે આગામી દિવસોમાં કામ શરૂ થઈ શકે છે.
ઘોઘા ગામ વર્ષોથી તળાવ પર અને બાદમાં નર્મદાના પાણી પર નભી રહ્યું છે. ગામની વસ્તી પ્રમાણે પાણીની તંગી ઉભી થવાના પ્રશ્નો પણ સામે આવેલા છે. ત્યારે તંત્ર દ્વારા પાણી સમસ્યા માટે નર્મદાના નિગમની પાણીની લાઇનના આધારે પાણી પૂરું પાડે છે. હવે આગામી દિવસોમાં પ્લાન્ટ આવવાથી લોકોની સમસ્યા હલ થશે.