સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી
ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઑફસોર ટ્રફ, સર્ક્યુલેશન અને સાયક્લોનિક સિસ્ટમથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે.આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જો કે આવતીકાલ સુધીમાં કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે. હાલ સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગર, વઢવાણ સહિતના વિસ્તારમાં રાત્રે ત્રણ ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ સહિત મકાનોને નુકસાન પહોંચ્યુ છે. તંત્રએ વરસાદમાં કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે પુરી તૈયારીઓ કરી છે. સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે. તો ડિઝાસ્ટરને પહોંચી વળવા સ્ટાફ પુરી તૈયારીઓ સાથે સજ્જ છે.હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી પ્રમાણે ગુજરાતમાં ગાજવીજ અને ૪૦ કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદ રહેશે. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, નવસારી, નર્મદા, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં વરસાદની આગાહી છે. ૮ જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. ૯ જુલાઈએ કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.