રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ ૩૨ ટકા વરસાદ

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતને ઘમરોળ્યાં બાદ, ગઈકાલથી વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવ મળ્યો છે. હવામાન વિભાગ અનુસાર વરસાદી સિસ્ટમ સક્રીય ના હોવાથી છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૮૩ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં ૫ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના તાલાલામાં ૩.૫ ઈંચ વરસાદ વરસ્યો છે.ભરુચના વાલિયામાં ૨.૫ ઈંચ અને માંગરોળમાં ૨.૫ વરસાદ પડ્યો છે. જ્યારે માળિયા હાટિના, દાહોદ, સૂત્રાપાડા અને ડોલવણમાં ૧.૫ ઈંચ વરસાદ વરસ્યો છે.

તો બીજી તરફ કપરાડામાં પોણા બે ઈંચ વરસાદ, ધરમપુરમાં ૧.૫ ઈંચ વરસાદ વરસ્યો છે.રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ ૩૨ ટકા વરસાદ છે. તો કચ્છમાં સૌથી વધુ સિઝનનો સરેરાશ ૮૭.૪૪ ટકા વરસાદ છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ૨૯.૨૯ ટકા, મધ્ય ગુજરાતમાં ૨૦.૪૦ ટકા વરસાદ તેમજ સૌરાષ્ટ્રમાં ૪૬.૭૧ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૨૬.૦૯ ટકા વરસાદ વરસ્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news