ન્યૂઝીલેન્ડમાં ૮.૧ની તીવ્રતાનો ભૂકંપ,રાતે સતત આંચકા અનુભવાતા ભય
ભૂકંપને પગલે સુનામીનું એલર્ટ જાહેર
વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડમાં કેરમાડેક દ્વીપની પાસે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૮.૧ માપવામાં આવી છે. ન્યૂઝીલેન્ડમાં ત્રીજીવાર ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. પહેલો ભૂકંપ રાતે લગભગ ૨.૨૭ વાગે નોર્થ આઈલેન્ડ વિસ્તારમાં આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૨ની હતી. ત્યારબાદ ૪ કલાક પછી કેરમાડેક દ્વીપ પાસે ૭.૪ની તીવ્રતાથી ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા.
ત્રીજો આંચકો ૮.૨૮ વાગે (સ્થાનિક સમય સવારે) ૮.૧ની તીવ્રતાનો આવ્યો હતો. હાલ જાનમાલની હાનિના કોઈ સમાચાર નથી. પૃથ્વીની અંદર ૭ પ્લેટ્સ છે, જે સતત ઘૂમતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ સૌથી વધુ ટકરાય છે તે ઝોન ફોલ્ટ ઝોન કહેવાય છે. વારંવાર ટકરાવવાના કારણે પ્લેટ્સના ખૂણા વળે છે. જ્યાં સૌથી વધુ દબાણ સર્જાય છે ત્યાં પ્લેટ્સ તૂટવા લાગે છે અને નીચેની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. ત્યારબાદ ડિસ્ટર્બન્સ વધે છે અને ભૂકંપ આવે છે.