અમદાવાદમાં ૭૦૦ હોસ્પિટલો બીયુ અને ફાયર એનઓસી વગર ચાલુ
અમદાવાદ મેડિકલ એસોસીએશન તથા અન્ય હોસ્પિટલો દ્વારા BU અને ફાયર NOC મામલે કરાયેલી પીટીશન સુપ્રિમ કોર્ટે ડિસમિસ (ફગાવી) દીધા પછી AMITH દ્વારા ૪૨ હોસ્પિટલોને નોટિસ ફટાકારી હતી અને નોંધણી અંગેનું ફોર્મ ‘સી’ રદ કરવા તાકીદ કરી હતી. તાજેતરમાં AMITH દ્વારા BU અને ફાયર NOC વિનાની ૪૨ હોસ્પિટલોને નોટિસો ફાટકારવામાં આવી છે અને ૭ દિવસમાં દર્દીઓને અન્યત્ર સ્થળે ખસેડવા અને તે અંગેનો અહેવાલ ૭ દિવસમાં સુપરત કરવા તાકીદ કરવામાં આવી છે. આ પ્રકારની સૂચનાનું પાલન નહીં કરનાર હોસ્પિટલોને ‘સીલ’ કરવા સહિત આકરાં પગલાં લેવાશે. BU અને ફાયર NOC વિનાની હોસ્પિટલોમાં આગ- અકસ્માતની ઘટનાઓને પગલે હાઈકોર્ટે કડક વલણ અપનાવતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. શ્રેય હોસ્પિટલમાં આગમાં ૮ દર્દીના મોત નીપજ્યાં હતા. અન્ય શહેરોમાં ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોમાં આગની ઘટનાઓમાં સુપ્રીમે સુઓમોટો કરી હતી.
શહેરમાં આગામી દિવસોમાં BU પરરમિશન અને ફાયર NOC વિનાની હોસ્પિટલો પર તવાઈ આવશે. શહેરમાં BU અને ફાયર NOC વિના લગભગ ૭૦૦થી વધુ હોસ્પિટલો ધમધમે છે. શહેરમાં અંદાજે બે હજાર હોસ્પિટલો અને નર્સિંગ હોમ આવેલા છે અને તે પૈકી લગભગ ૧,૩૦૦ હોસ્પિટલો જ BU અને ફાયર NOC ધરાવે છે લગભગ ૩૦ ટકા હોસ્પિટલો અને ર્નિંસગ હોમ BU અને ફાયર NOC વિના જ ધમધમે છે. ખાસ કરીને પૂર્વ પટ્ટાના વિસ્તારો વસ્ત્રાલ, નરોડા, સરદારનગર, નિકોલ બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, ખોખરા, ઉપરાંત ચાંદખેડા, સાબરમતીમાં BU અને ફાયર NOC વિનાની હોસ્પિટલોની સંખ્યા વધુ હોવાનું જાણવા મળે છે. છસ્ઝ્રના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા આ પ્રકારની હોસ્પિટલોની યાદી તૈયાર કરાઈ છે અને આગામી દિવસોમાં BU અને ફાયર NOC પર તવાઈ આવશે. BU અને ફાયર NOC વિનાની હોસ્પિટલો પછી હોટલો અને રેસ્ટોરેન્ટ તથા શાળા, કોલેજો અને ટયુશન ક્લાસીસ સામે પણ પગલાં લેવાશે.