ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતા ૬ નાં મોત, અનેક ઘાયલ

સુરતમાં મોટી દુર્ઘટના ઘટી છે. ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતા ૬ લોકોનો ભોગ લેવાયો છે. સચિન GIDCમાં પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા આ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં ૨૫ જેટલા લોકોને ઝેરી ગેસની અસર થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાયા હતા. જેમાંથી ૪ લોકોની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સુરત સચિન GIDCમાં રોડની બાજુમાં પાર્ક કરેલુ કેમિકલ ભરેલું ટેન્કરમાં ભરેલું ઝેરી કેમિકલ લીકેજ થયું હતું. ઝેરી કેમિકલ લીકેજ થવાને લીધે મોટી દુર્ઘટના સર્જાઈ છે. હવામાં કેમિકલ ભળતા અનેક લોકો બેભાન થઈ ગયા છે. સચિન GIDCમાં રાજકમલ ચોકડી પ્લોટ નંબર ૩૬૨ બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની ૮-૧૦ મીટર સુધીમાં મજૂરો સૂતા હોવાનું જાણવા મળ્યું છે. અચાનક ટેન્કરની ડ્રેનેજ પાઈપ લીક થતા ગેસ પ્રસરી ગયો. જેના કારણે ત્યાં સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર અસર થઈ. મળતી માહિતી મુજબ હવામાં કેમિકલ ભળતા ગૂંગળામણના કારણે લોકો બેભાન થવા લાગ્યા હતા.

GIDCમાં રોડની બાજુમાં પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થતાં ૫ મજૂરોના મોત નીપજ્યા છે, જ્યારે ૨૫થી વધુ મજૂરો ગૂંગળાયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દોડતું થયું છે. હાલ તમામ અસરગ્રસ્તોને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા ૪ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મળતી માહિતી પ્રમાણે, GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર ૩૬૨ બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની ૮-૧૦ મીટર દૂર જ તમામ મજૂરો સૂતા હતા. આ ટેન્કરની પાઇપમાં લીકેજ સર્જાતા ગેસ ફેલાયો હતો. સાડીની મિલમાં કામ કરતા એક કામદારે કહ્યું કે, અમને અચાનક કંઇક વાસ આવી અને એક પછી એક ટપોટપ લોકો પડવા લાગ્યાં, આ ઘટના થતા જ બધા દોડધામ કરવા લાગ્યા હતા. મિલના પ્રોડક્શન મેનેજર સંજય પટેલે આ મામલે જણાવ્યું કે, મિલ બહાર એક કેમિકલ ભરેલું ટેન્કર ઉભું હતું, તેનો એક પાઇપ બાજુની ડ્રેનેજ લાઈનમાં હતો. અચાનક ગૂંગળામણ શરૂ થતાં મિલના કારીગરો જમીન પર પડ્યા લાગ્યા અને આખી મિલમાં ગેસ ગૂંગળામણની અસર થઈ હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news