અમરેલીમાં રાજુલા પાસે વહેલી સવારે ૪.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકા
તૌકતે વાવાઝોડા વચ્ચે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલી રાજુલા પાસે સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ નોંધવામાં આવી હતી. જાે કે, સદનસીબે જાનમાલને લગતા કોઈ પણ નુકસાનની ઘટના નથી બની. આ બધા વચ્ચે તૌકતે વાવાઝોડાને લઈને તટીય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતના તટીય વિસ્તારોમાં સોમવારે અને મંગળવારે ભારે વરસાદની આશંકા છે. આ કુદરતી હોનારતનો સામનો કરવા માટે એનડીઆરએફની ૫૦ ટીમો તૈનાત કરવામાં આવી છે. કચ્છમાં વાવાઝોડાના કારણે તબાહીની આશંકાને લઈને પ્રશાસન એલર્ટ પર છે અને માછીમારોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે.