પાનોલી જીઆઈડીસીના કેમિકલ કંપનીમાંથી ગેરકાયદેસર જોખમી કેમિકલ વેસ્ટનો નિકાલ કરનાર ૩ની ધરપકડ
અમદાવાદ: ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ અંકલેશ્વરમાં જરૂરી દસ્તાવેજો વગર અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઇડીસીની ઓરિએન્ટ રેમેડિઝ કંપનીમાંથી ઝેરી કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ગેરકાયદેસર નિકાલ માટે રવાના કર્યું હતું. આ ટેન્કર અંકલેશ્વર પોલીસે ઝડપી પાડી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રિપોર્ટ કર્યો છે. CRPC 41(1)(D) હેઠળ ટેન્કર ચાલક ભગવનસિહ હરેસિહ ચંન્દ્રાવતએ કેમિકલ પાનોલી જી.આઈ.ડી.સીની ઓરીએન્ટ રેમેડીઝ કંપનીમાંથી ભરીને નીકળ્યો હોવાની કબૂલાત કરતા તપાસ દરમિયાન કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે એક મહિલા સહીત કંપનીના ૨ ભાગીદાર અને કેમિકલ નિકાલના કાવતરામાં સંડોવાયેલા અન્ય ૩ લોકો સહીત ૫ સામે ગુનો દાખલ કરી ૩ની ધરપકડ કરી છે.
ટેન્કર ચાલકની પૂછપરછમાં માલિક યોગેન્દ્રસિંહના કહેવાથી ટેન્કરમાં પાનોલી જી.આઇ.ડી.સીમા આવેલ ઓરીએન્ટ રેમેડીઝ કંપનીમાંથી કેમીકલ ભરી ભરીને નિકળેલ હતો. આ કેમીકલ ભરેલ ટેન્કર હોટલ સિલ્વર સેવનમા પાર્ક કરી તેમના ફોનની રાહ જાવા જણાવેલ હોય અહી પાર્ક કરી તેમના ફોન રાહ જોઇ રહ્યો હતો, ત્યારે પોલીસ ડ્રાયવર પાસે પહોંચી ટેન્કરના કોઈ રજીસ્ટ્રેશન દસ્તાવેજ કે ટેન્કરમાં ભરેલ કેમીકલના બિલ કે અન્ય કોઇ પુરાવા માગતા મળી આવ્યું ન હતું. તપાસ દરમિયાન ટેન્કરની નંબર પ્લેટ પણ ખોટી લગાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ટેન્કરમાં ભરેલા શંકાસ્પદ પ્રવાહીનું સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલતા કેમિકલ પાનોલી સ્થિત ઓરીએન્ટ રેમડીઝમાંથી ભરેલું હતું. ઓરીએન્ટ રેમેડીઝના માલિક નિર્લોય લવાણીને પુછતા તેમણે જણાવેલ કે તેઓ ભાગીદાર હેતલબેન ખાભડીયા સાથે ઓરીએન્ટ રેમીડીઝ કંપની ચલાવે છે. કંપનીમા સોલ્વેટનું ઉત્પાદન કરવામા આવે છે આ ઉત્પાદન દરમ્યાન કોસ્ટિક લાય તથા અન્ય તત્વો સાથેનું કેમીકલ વેસ્ટ નીકળે છે, જે વેસ્ટ ઓછા ભાવે જુદા જુદા વેપારીઓને વેચી દે છે. આજ રીતે આ કેમીકલ વેસ્ટ રમેશભાઈ ગોવિંદભાઇ ભુવા દ્વારા મોકલેલ ટેન્કરમાં ભરી આપેલ હતુ.
પોલીસે ૫ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે જેમાં ભગવાનસિંહ હરસિંહ ચંદ્રાવત, નિર્લેય લવાણી, હેતલખેન ખાભડીયા, રમેશભાઇ ભુવા અને યોગેંદ્રસિંગ ચંદ્રાવતનો સમાવેશ થાય છે. આ તમામે એકબીજાની મેળાપીપણાથી ડીસ્ટીલેશન રેસીડ્યુ કેમીકલ માનવીય, પ્રાણી, પક્ષી, અને વનસ્પતિ સાથે સ્વાસ્થય આરોગ્યને નુકસાન કરી શકે તેવું જાણવા છતાં પ્રવાહી ગેરકાયદેસર નિકાલ માટેની પાનોલી ઓરીયેન્ટ મેડીઝ કંપનીમાંથી ટેન્કરમા ભરી વેસ્ટ વહન કરવા કે નીકાલ કરવા હેઝાર્ડ વેસ્ટ મેનેજમેંટ રૂલ્સ- ૨૦૧૬ અંતર્ગત મજુરી નહીં મેળવી તેનો નિકાલ કરવા કાવતરૂં ઘડતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.