આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 18 કામદારોના મોત, 36 ગંભીર રીતે દાઝ્યા

અનાકપલ્લેેઃ આંધ્રપ્રદેશના અનાકપલ્લે અચ્યુતાપુરમમાં બુધવારે બપોરના સમયે એસેન્શિયા કંપનીના ફાર્મા યુનિટમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન યુનિટમાં કામ કરતા ૬૦ જેટલા કર્મચારીઓ આગની લપેટમાં આવી ગયા હતા. જેમાંથી અત્યાર સુધીમાં ૧૮ કર્મચારીઓના મોત થયા છે, જ્યારે ૩૬ ગંભીર રીતે ઘાયલ છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ કર્મચારીઓને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

દુર્ઘટના વિશે માહિતી આપતા, અનાકપલ્લે અચ્યુતાપુરમ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે બુધવારે અચ્યુતપુરમ ફાર્મા SEZમાં એસેન્ટિયા એડવાન્સ્ડ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડમાં સેંકડો કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. બપોરે લગભગ ૧.૩૦ વાગ્યે લંચ દરમિયાન અચાનક કંપનીના ફાર્મા યુનિટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાની સાથે જ અચાનક આગ ફાટી નીકળી હતી. આખું યુનિટધુમાડાથી ભરાઈ ગયું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટના અવાજથી નજીકના ગામોના લોકો પણ ગભરાઈ ગયા હતા. આ અંગે ગામના લોકોએ જાતે જ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ સાથે ફાયર બ્રિગેડની ૧૧ ગાડીઓ આગ ઓલવવા માટે પહોંચી હતી. ઘટનાસ્થળેની સ્થિતિ ખૂબ જ ભયાનક હતી. તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આગ બુઝાવવાની સાથે અંદર ફસાયેલા કર્મચારીઓને બચાવવાની કામગીરી પણ હાથ વરવામાં આવી હતી. આ દરમિયાન ૬૦ જેટલા કર્મચારીઓ અંદર ફસાયા હતા. જેમાંથી ફાયર બ્રિગેડની ટીમે ૧૮ કર્મચારીઓના મૃતદેહ બહાર કાઢયા હતા. ૩૬ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકોએ જણાવ્યું કે બુધવારે બપોરે તેઓએ જોરદાર ધડાકો સાંભળ્યો, જેનાથી તેઓ ગભરાઈ ગયા. સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ફાર્મા યુનિટમાં ફસાયેલા કર્મચારીઓની ચીસો સંભળાતી હતી. તેઓ પણ પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આગને કારણે યુનિટમાં ઘણો ધુમાડો હતો, જેના કારણે અંદરનો ભાગ બરાબર દેખાતો ન હતો. એસેન્શિયા એડવાન્સ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડમાં એક હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે.

આગ એટલી ભીષણ હતી કે તેમાંથી નીકળતો ધુમાડો પાંચ કિલોમીટર દૂરથી પણ દેખાતો હતો. અનકાપલ્લેના એસપી મુરલી કૃષ્ણાએ કહ્યું કે હાલ પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે. આગની ઘટના કેવી રીતે બની અને મેનેજમેન્ટ તરફથી કોઈ બેદરકારી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. ફાયર બ્રિગેડની ટીમ પાસેથી પણ અકસ્માતની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news