World Earth Day : આજે વિશ્વભરમાં પૃથ્વી દિવસ મનાવવામાં આવશે
આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. આ દિવસ પ્રથમવાર એપ્રિલ 1970માં એ હેતુથી ઉજવવામાં આવ્યો હતો કે લોકો કુદરતીસ્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તે હેતુથી સૌને જાગૃત કરવા 22 એપ્રિલ,1970 થી આજના દિવસે પૃથ્વી દિવસ મનાવવાનું શરૂ કરાયું હતું.
તે વખતના અમેરિકાના સાંસદ ગેરોલ્ડનેશનલે પૃથ્વી દિવસ મનાવવાનો પ્રારંભ કરાવ્યો હતો. પાણી, વનસ્પતિ, ખનીજ તેલ જેવા કુદરતી સ્રોતોના બેફામ ઉપયોગના કારણે આજે વિશ્વમાં પાણી, શુધ્ધ હવા જેવા સ્રોતોની ખેંચ વર્તાઈ રહી છે અને પૃથ્વી ઉપર ભારણ વધ્યું છે.
આખુ વિશ્વ અત્યારે મહામારી કોરોના સંકટથી લડી રહ્યુ છે ત્યારે કોરોનાના સંકટ વચ્ચે પૃથ્વીને સુરક્ષિત રાખવા આપણે ઘણા પ્રયત્નો કરવા જોઇએ. 2021મા આપણે બધાએ સંકલ્પ લેવો જોઇએ કે ધરતીને બચાવવા આપણે હંમેશા તૈયાર રહીશું,
આપણે બધાએ વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઇએ, પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવો જોઇએ, ઉર્જા સંરક્ષણને લઇને લોકોને પ્રોત્સાહન આપવુ જોઇએ, પૃથ્વીના રક્ષણ માટે પેઇંટિંગ, ગીતો, વિડિયો ધ્વારા લોકોને પ્રોત્સાહિત કરવા જોઇએ.