કુદરતી સંપદાનું નિકંદન કાઢતુ વિશ્વ પારોઠના પગલા ભરશે કે નહીં …..?

વિશ્વને  એકવીસમી સદીમાં પહોંચવા માટે અનેરો થનગનાટ હતો અને તેમાં પ્રવેશ સાથે આધુનિકતા તરફની દોટ વધતી ચાલી જેમાં વિશ્વના એક પણ દેશે આધુનિકતાના વાઘા ઘારણ કરતા સમયે પોતાના દેશની કુદરતી સમ્પદાનુ જાણે- અજાણે કતલ કરી રહ્યા હતા- નિકંદન કાઢી રહ્યા હતા. અને આખરે માનવજાત માટે ની ઘોર ખોદી રહ્યા હતા ( અત્યારે પણ ઘોર ખોદી રહ્યા છે.) તેનો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. એકવીસમી સદીમાં પ્રવેશતા મોટાભાગના દેશોએ માનવતાને કોરાણે મૂકી દીધી હોય તેવી સ્થિતી મોટાભાગે બની ગઈ.

આધુનિકતાનો અંચળો ઓઢી વિકાસની દોડમાં વિશ્વના મોટાભાગના દેશો જોડાઈ ગયા… તો તેમાં પણ આધુનિકતામાં રહેવા વિવિધ દેશો વચ્ચે સ્પર્ધાની દોડ વધી પડી છે. અને  વિકાસની આંધળી દોડમાં કુદરતી સંપદાનુ નિકંદન વિશેષ પ્રમાણમાં કાઢી નાખવામાં આવ્યું. તો વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ પણ વિકાસશીલ દેશો વધારતા ગયા….. આ હવા પ્રદૂષણ માનવજાતને  કઈ સ્થિતીને  પહોચાડશે તે બાબતે કોઈ પણ દેશે વિચાર ન કર્યો. તો એજ બાબત જળ પ્રદૂષણ બાબત બની રહી છે કુદરતી જળ સ્ર્તોતો  પર બાંધો બાંધીને કે રોકીને ફળદ્રુપ જમીનોને મોટામાં મોટું નુકસાન પહોચાડ્યુ છે તે સાથે જળ અને વાયુમાં ઝેર ઓકતા ઉધ્યોગોને વધુ પ્રમાણમાં વેગ અને મંજૂરી આપી દીધી પરિણામે જળ અને વાયુ પ્રદુષણમા  બેહદ વધારો થયો અને આખરે ગ્લોબલ વોર્મિંગ સામે આવ્યુ. અને તેની અનુભૂતિ વિશ્વની પ્રજાને છેલ્લાં બે દાયકાથી થઈ રહી છે.વિશ્વમા એક પછી એક દુર્ઘટનાઓ એવી બનતી જઈ રહી છે કે વિશ્વ આગળ વધવાને બદલે પાછળ હટી રહ્યું છે

.વિશ્વમા જ્યારે પ્લાસ્ટિકની શોધ થઈ અને પ્લાસ્ટીકના વિવિધ પ્રકારે ઉપયોગ કરવા તેના વિશ્વભરમાં  ગુણગાન ગવાયા….. પરંતુ તેના ઉપયોગ પછીથી ભવિષ્યે થનાર માનવજાત અને કુદરતી સંપદા સહિતનાને થનાર નુકસાન બાબતે એક પણ દેશના વૈજ્ઞાનિકોએ સંશોધન ન કર્યુ….. પરંતુ જ્યારે પ્લાસ્ટીક કચરો  ફળદ્રુપ જમીનો માટે નુકસાન દેહી બન્યો,વહેતા જળ સ્ર્તોતો અટકાવ્યો, માનવજાતમાં રોગો ઉત્પાદક બન્યો  ત્યારે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને પ્લાસ્ટિક માનવજાત માટે નુકસાન દેહી હોવાનું સ્વીકાર્યું તે સાથે પ્લાસ્ટીક કચરો દરિયામાં પહોંચ્યો ત્યારે વિશ્વના દેશો જાગ્યા અને પ્લાસ્ટીક કચરો જ્યાં ત્યાં ન ફેકવા  તથા રિસાઈક્લિગ કરી ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું. પરંતુ એક પણ દેશ તેના ઉત્પાદન પર રોક લગાવવા તૈયાર ન થયો આવી છે એકવીસમી સદીની આધુનિકતા……!

માનવજાત પૃથ્વી પર જન્મ લઈને કુદરતના ખોળે રમતો થયો. પૃથ્વીએ તેનું લાલન- પાલન- પોષણ કર્યું. એ જ ધરતી પરનું કુદરતી સંપદાનુ નિકંદન કાઢી રહ્યો છે… પરિણામ વિશ્વભરની પ્રજા સામે આવી રહ્યા છે. છતાં માનવી કુદરતને બચાવવા કુદરતી સંપદાને બચાવવા કે જાળવી રાખવાની વિચાર ધારા- બુદ્ધિમતા ખોઈ ચૂક્યો છે તેમ કહેવું કદાચ ખોટું નહીં હોય…..! વિશ્વના દેશો વિવિધ સંશોધન કરી પ્રગતિના પથ પર અવ્વલ નંબર રહેવા સ્પર્ધામાં ઉતરી પડ્યા છે તે સાથે દરેક દેશે પોતાનુ આર્થિક  ચિત્ર સુપર ડુપર બતાવવા વિશ્વ સમક્ષ શો બાજી કરે છે.જેનુ સત્ય સમયે સમયે બહાર આવી જાય છે…. છતાંય દરેક દેશની સરકારો જાણવા છતાં અજાણી બની જાય છે. કારણ કે એમનો સિધ્ધાંત છે તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ….! પરંતુ કુદરતી ખેલ નિરાલો છે જેને જાણવા છતાં કોઈ દેશની સરકાર જરૂરી પગલાં લેવા તૈયાર નથી… વિશ્વમાં તાજેતરમાં કથિત ચીનના વુહાનમા સંશોધનની એક જ ભૂલ કે પછી જાણી બૂજીને કરેલ પ્રયોગ અને કદાચ જૈવિક એટેક મતલબ કોરાના વાયરસે  વિશ્વ ભરના દેશોની પ્રગતિના દાવા, ૨૧મી સદીના પારદર્શિતાનો પરપોટો ફોડી નાખ્યો છે…. તે વાત દરેક દેશોએ  સ્વિકારી સમગ્ર માનવજાતે શીખ લેવી જ રહી અને કુદરતી સંપદા બચાવવા સાથે તે સંપદા વધારવાની ફરજ બની રહે છે…..નહી તો….!!         વંદે માતરમ્

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news