કોલસો અને ગેસ ઉદ્યોગો અને ઊર્જા ક્ષેત્રની હાલત કફોડી કરશે કે શું….?
ચીનને આર્થિક રીતે કે અન્ય પ્રકારનો કોઈ ફટકો પડે એટલે સરકારનો ચહેરો ખુશખુશાલ થઈ જાય છે. ચીનમાં છેલ્લાં દસેક દિવસમાં ઉર્જા તંગી સર્જાતા ત્યાંના વિવિધ પ્રકારના ઉત્પાદનો કરતા હજારો કારખાના બંધ થઇ ગયા છે. પરિણામે તમામ પ્રકારના ઉત્પાદનો અટકી ગયા છે અને આમ થવાનું કારણ છે તેના કોલસા આધારિત વીજ એકમોને કોલસો ન મળતા વીજ ઉત્પાદન ઘટાડી દીધું અને માત્ર માનવ વસાહતોને વીજળી આપવાનું ચાલુ રાખ્યું… પરંતુ ઉદ્યોગોને નહીં. બીજી તરફ સૌથી વધુ કોલસાનું ઉત્પાદન ધરાવતા અને સસ્તા ભાવે કોલસો પૂરો પાડતા ઇન્ડોનેશિયા પાસેથી ચીને ડબલ કિંમતે કોલસો ખરીદી પોતાના ઉદ્યોગને જરૂરી વીજળી મળી રહે તે માટે વ્યવસ્થા કરી દીધી. જ્યારે કે ચીન આ પહેલા ઓસ્ટ્રેલિયા પાસેથી કોલસો ખરીદતું હતું…. પરંતુ બંને દેશો વચ્ચે રાજકીય મડાગાંઠ સર્જાતા ઓસ્ટ્રેલિયાએ ચીનને કોલસો આપવાનું બંધ કરી દીધું છે.
ભારતમાં કોલસા આધારિત અનેક ઉદ્યોગો છે અને ભારત ઈન્ડોનેશિયા પાસેથી કોલસો ખરીદતું હતુ. હવે ઇન્ડોનેશિયાએ કોલસાની કિંમત વધારી દેતા કોલસા આધારિત ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. જેમાં રાજ્યના કોલસા આધારિત પાવર પ્લાન્ટોને મોટી અસર થઇ અને કોલસો ખતમ થતાં સાત જેવા પાવર પ્લાન્ટ બંધ કરવા પડયા છે. બીજી તરફ ગેસની અછત સર્જાતા ગેસ આધારિત ઉદ્યોગો તેમજ પાવર પ્લાન્ટને પણ મોટો ખર્ચ આવવા લાગતા તેમને પરવડતું નથી. આ બંને બાબતોને લઈને ગુજરાતમાં અનેક ઉદ્યોગોની હાલત બગડી શકે તેવી સ્થિતિ બની ગઈ છે. જેમાં તેની મોટી અસર અંકલેશ્વર સહિત જે તે શહેરોમાં કાર્યરત ડાઈગ મીલો પર થવા પામી છે. જેમાં અંકલેશ્વરમા મીલો બંધ કરવા ફરજ પડી છે. જે કારણે મીલમા કામ કરતા કામદારો બેકાર થઈ ગયા છે. જાે આવી સ્થિતિ લાંબો સમય બની રહેશે તો રાજ્યમાં અનેક કારખાનાઓ બંધ થઇ જવાની સંભાવના વધી પડી છે. તે સાથે બેકાર થનારાઓની સંખ્યા વધી જશે તેમાં શંકાને સ્થાન નથી.
જો કે રાજ્ય સરકાર સ્ટેગરીગ દાખલ કરી ઉદ્યોગો ચાલુ રહે તેવું આયોજન કરી રહી છે. તે સાથે બીજી તરફ કોલસો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે….!
ભારત ઇન્ડોનેશિયાથી કોલસાની આયાત કરતું રહ્યું છે. જ્યારે કે ચીન ઓસ્ટ્રેલિયાથી કોલસાની આયાત કરતું હતું…. પરંતુ આ બંને દેશો વચ્ચે રાજકીય મડાગાંઠ સર્જાતા ઓસ્ટ્રેલિયાએ ચીનને કોલસા સપ્લાય બંધ કરી દીધી છે જેની ચીનમાં ભારે મોટી અસર થવા પામી છે. બીજી તરફ ચીનની એક જાયન્ટ રીયલ એસ્ટેટ કંપની દેવામાં ડૂબતા વિશ્વ સ્તરે સુધી ચીનને મોટો આર્થિક ફટકો પડયો છે. પરિણામે ચીનમાં આર્થિક કટોકટી સર્જાઈ ગઈ છે એટલે ચીનની હાલત બેહદ કફોડી બની છે. જેમાંથી ઉગરવા? ચીને ઇન્ડોનેશિયા દ્વારા ભારતને અપાતો કોલસો ડબલ કિંમતે ખરીદવાનું શરૂ કરી દીધું અને ચીનમાં સર્જાયેલી કટોકટી હળવી કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે કે ભારતમાં આવતો ઇન્ડોનેશિયાનો કોલસો કિંમતમાં મોંઘો પડવા લાગતાં તેની પ્રથમ વર્ષે ઊર્જા ઉત્પાદન કંપનીઓ અને ડાઈંગ મિલો સહિત કોલસા વાપરતા ઉદ્યોગોને થવા પામી છે….. ત્યારે ભારતે હવે ઓસ્ટ્રેલિયા પાસેથી કે અન્ય દેશો પાસેથી કોલસો મેળવવા પ્રયાસો કરવા પડશે…. નહીં તો મોંઘવારીના ચક્કરમાં પીસાતી પ્રજાને માટે બેરોજગારીનો પ્રશ્ન પણ ઉભો થઈ શકે તેવી સંભાવના વધવા પામી છે….!