જીપીસીબીના સભ્ય સચિવ એ.વી. શાહના ગમન બાદ અમદાવાદ ઇસ્ટ યૂનિટ હેડના વર્તનમાં પરીવર્તન આવશે?
ગુજરાત પ્રદૂષણ બોર્ડના સભ્ય સચિવ એ.વી. શાહની રાતોરાત કરાયેલી હકાલપટ્ટી બાદ તેઓની છત્રછાયા હેઠળ પોતાની મનમાની કરી ઉદ્યોગકારોને હેરાન પરેશાન કરતાં અમદાવાદ ઇસ્ટ યૂનિટ હેડ અને ઓડિટ સ્કિમના વડા રાજેશ પરમારના વર્તનમાં હવે પરીવર્તન આવશે કે નહીં તે ઉદ્યોગવર્તુળમાં ચર્ચાઇ રહ્યું છે. થઈ રહેલ ચર્ચા અનુસાર યૂનિટ હેડ રાજેશ પરમાર દ્વારા ઉદ્યોગકારો પાસેથી પૈસા મળ્યા બાદ પણ તેઓની ફાઇલ પ્રોસેસ કરવામાં અને ફાઇલ મંજૂર થયા બાદ ઓર્ડર કરવામાં અસહ્ય વિલંબ કરવામાં આવે છે. તેઓની આ વર્તુણકને કારણે ભૂતકાળમાં એક ઉદ્યોગકારે તેઓ સાથે અપશબ્દોનો પ્રયોગ કર્યો હોવાનું પણ વર્તુળમાં ચર્ચાઇ રહેલ છે. સભ્ય સચિવનો હવાલો સંભાળનાર ડી.એમ. ઠાકર હંમેશા નિર્વિવાદિત રહેલ છે, ત્યારે તેઓની આગેવાની હેઠળ અમદાવાદ ઇસ્ટ યૂનિટ હેડ સારી કામગીરી કરશે તેવી આશા છે.