વિશ્વભરમાં જંગલોનો સફાયો થઇ જશે તો……?
વિશ્વના દેશો વિકાસની આંધળી દોડમાં માનવજાત, પશુ-પક્ષી સહિતના જીવોને ઓક્સિજન આપતા વૃક્ષોનું આડેધડ મોટા પ્રમાણમાં નિકંદન કાઢી રહ્યા છે. તે સાથે લગભગ દેશો જળ અને વાયુ પ્રદૂષણ મોટા પ્રમાણમાં પેદા કરી રહ્યા છે. જેની સામે કુદરત વિવિધ રીતે વિશ્વના દેશોને ચેતવણી આપતી આવી છે છતાં વિશ્વના દેશો આ બાબતને ગંભીરતાથી લેતા નથી ત્યારે લાગે છે કે વિકાસની આંધળી દોડમાં સમગ્ર જવ સૃષ્ટી માટે દોઝખ ઊભુ થઈ જશે અને માનવજાત, પશુ પક્ષી સહિતના જીવો અને અંતિમ મંજીલ જનારાઓની સંખ્યા બેહદ વધી જશે…..! માનવ જાત, પશુ- પક્ષીઓ સહિતના જીવોને જીવવા માટે ઓક્સિજન મળતો રહેવો જરૂરી છે. અને તે ઓક્સિજન કુદરતી સંપદા પૂરો પાડે છે જેમા વૃક્ષો અને સમુદ્રી શેવાળ સહિતની સમુદ્રી વનસ્પતિ વગેરે મુખ્ય છે.તો રોગો પેદા કરતા ફેલાવતા જીવ જંતુ પક્ષીઓનો આહાર છે. ઉપરાંત પક્ષીઓ જે તે વૃક્ષોના ફળો આરોગે છે અને તે અહીં તહીં ઉડતા રહેતા ગમે ત્યાં હંગાર કરતા રહેછે તેની હંગારમા ખાધેલ વૃક્ષ ફળના બીજ હોય છ અને અનુકૂળ જગ્યાએ તે બીજમાથી વૃક્ષ ઊગી નિકળે છે એટલે પક્ષીઓ પણ માનવજાત માટે ઉપયોગી છે.
આ બધું આદીઅનાદિ કાળથી જગજાહેર હોવા છતાં જે તે દેશો વિકાસની આંધળી દોડમાં વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે. ત્યારે “ગ્લોબલ ફોરેસ્ટ વોચ” કે જે વિષુવૃત પાસે આવેલા જંગલો કે જેને ટ્રોપિકલ ફોરેસ્ટ કહેવામાં આવે છે તે જંગલો સહિતના જંગલોનું અધ્યયન કરતું રહે છે. કારણ આ ગાઢ જંગલોનો ધરતી પરનું વાતાવરણ સાચવવામા મહત્વનો ફાળો છે. જ્યારે કે વિશ્વના દેશો આ જંગલોને ઓક્સિજનની ફેક્ટરી કહે છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે ૨૦૨૦ માં સમગ્ર વિશ્વમાંથી ૧,૨૨,૦૦૦ ચોરસ કિલોમીટર જંગલો કપાયાં છે. અને આ અહેવાલ ગ્લોબલ ફોરેસ્ટ વોચ એ જાહેર કરેલ છે. આ વૃક્ષો કાપી નાખલા ગાઢ જંગલો પૈકી ત્રીજા ભાગના જંગલો એવા હતા કે જ્યાં માનવ પ્રવૃત્તિઓ ખાસ હતી જ નહીં એટલે કે સાચા અર્થમાં ગાઢ જંગલો હતા. અને તેનુ નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. જોકે જે તે દેશોમાં માનવ વસાહતો ઊભી કરવામાં આવે છે ત્યા ઊભેલા ગાઢા વૃક્ષોને પણ કાપી નાખવામાં આવે છે. ત્યારે માનવજાત એ નથી વિચારતી કે વૃક્ષો માનવીઓને ઓક્સિજન આપે છે, અને ગરમીના સમયમાં એવી સ્થિતિ બને છે કે વૃક્ષ કાપી નાખ્યા પછી છાંયો લોકો છાંયો શોધતા હોય છે……!
વૈશ્વિક સંસ્થા “ગ્લોબલ ફોરેસ્ટ વોચ” ના અહેવાલ અનુસાર કપાયેલા જંગલો પૈકી ૪૨ હજાર ચોરસ કિલોમીટર જંગલો પ્રાઇમરી હતાં. જે કપાતા તેના દ્વારા શોષાતો કાર્બન હવામા ફેલાશે જેનુ વાર્ષીક પ્રમાણ ૨.૬૪ અબજ ટન જેટલું થાય છે. ભારતમાં ૨૦૨૦ દરમિયાન ૩૮૫ ચોરસ કીલોમીટર જંગલો કપાયાં હતા. આ આંકડો ગાઢ જંગલોનો છે જ્યારે કે માનવીય પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાંના આપવામાં આવેલ વૃક્ષો અલગ.
વિશ્વમાં સૌથી વધુ જંગલો કાપવામાં રશિયા પ્રથમ ક્રમે છે અને ઇન્ડોનેશિયા સૌથી ઓછા ક્રમે વૃક્ષો કાપવામા છે. વિવિધ દેશો પૈકી મેક્સિકોએ ૬૮૦ ચોરસ કિલોમીટર જંગલો કાપી નાખ્યા છે, મલેશિયાએ ૭૩૦ ચો.કિલોમીટર, લાઓસમા ૮૨૦ તો. કિલોમીટર, કેમેરોન- ૧૦૦૦, કોલંબિયા- ૧૬૬૦, પેરુ ૧૯૦૦, ઈન્ડોનેશિયા- ૨૭૦૦, બોલિવિયા- ૨૭૬૦, કોંગો- ૪૦૦૦, બ્રાઝિલ- ૧૭૦૦૦, પેરાગ્વે- ૬૩,૦૦૦, મલેશિયા- ૮૪,૦૦૦, ઓસ્ટ્રેલિયાએ ૮૫,૦૦૦ ચોરસ કિલોમીટર જંગલોનો સફાયો કરી નાખ્યો છે. જ્યારે કે સૌથી વધુ જંગલોનુ નિકંદન કાઢી નાખવામાં આવ્યુ તેમાં ચીન- ૧,૦૩,૦૦૦ ચોરસ કિલોમીટર, કોંગો- ૧,૫૯,૦૦૦, ઇન્ડોનેશિયા- ૨,૭૭,૦૦૦, અમેરિકા- ૪,૨૨,૦૦૦, કેનેડા- ૪,૪૧,૦૦૦, બ્રાઝિલ- ૫,૯૮,૦૦૦ અને રશિયાએ ૬,૯૫,૦૦૦ ચોરસ કિલોમીટરમા જંગલોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. વિજ્ઞાનીઓ અવારનવાર સલાહ આપતા રહે છે કે કોરોના જેવા અન્ય વાયરસો જંગલમાં રહે છે. જે જંગલો કાપવાથી માણસ જાત સુધી પહોંચે અને રોગો ફેલાવાની શરુઆત કરે…. એટલે ગાઢ જંગલો કાપવાથી જે તે દેશો દૂર રહે. પરંતુ વિજ્ઞાનીઓની સલાહ માને એ બીજા અને જંગલો કાપતા રહે છે….ભવિષ્યમા જંગલોનો સફાયો થઇ જશે તો તેનાં પરિણામ કેવાં હશે…..?