વાયુવેગે વાઈરલ થયો વીડિયોઃ પાર્લામેન્ટમાં દુનિયા સામે બે ‘બિન-માનવ’ મૃતદેહો રાખવામાં આવ્યા
મેક્સિકો સિટીના વૈજ્ઞાનિકોએ એક સત્તાવાર ઈવેન્ટ દરમિયાન બે કથિત એલિયન્સના ડેડ બોડીને દુનિયા સમક્ષ રજૂ કર્યા
મેક્સિકોઃ શું એલિયન્સ ખરેખર અસ્તિત્વ ધરાવે છે અથવા તે માત્ર એક કોન્સપિરેસી થિયરીનો ભાગ છે? આ સવાલ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો વિચારવા પર મજબૂર થઈ ગયા છે. હકીકતમાં, વૈજ્ઞાનિકોએ બે કથિત એલિયન્સના મૃતદેહોને દુનિયાની સામે લાવીને મેક્સિકોની સંસદમાં હોબાળો મચાવ્યો છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તે પેરૂના કુઝકોમાંથી મળી આવ્યા છે. કથિત રીતે, એલિયન્સના મૃતદેહો હજારો વર્ષ જૂના હોવાનું કહેવાય છે.
સ્પેનિશ ન્યૂઝ વેબસાઈટ માર્કાના રિપોર્ટ અનુસાર, મેક્સિકો સિટીના વૈજ્ઞાનિકોએ એક સત્તાવાર ઈવેન્ટ દરમિયાન બે કથિત એલિયન્સના ડેડ બોડીને દુનિયા સમક્ષ રજૂ કર્યા. આ કાર્યક્રમનું નેતૃત્વ મેક્સિકન પત્રકાર અને યુફોલોજિસ્ટ જેઈમ મૌસન દ્વારા કરવામાં આવ્યું હતું, જે દાયકાઓથી પેરાનોર્મલ ઘટનાની તપાસ કરી રહ્યા છે. ત્યારે મેક્સિકન વૈજ્ઞાનિકો સહ-યજમાન હતા.
વાયરલ થયેલી ક્લિપમાં, બે અલગ-અલગ લાકડાના બોક્સમાં બે ‘બિન-માનવ’ મૃતદેહો જાઈ શકાય છે. આ દરમિયાન અમેરિકન્સ ફોર સેફ એરોસ્પેસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને યુએસ નેવીના ભૂતપૂર્વ પાયલટ રેયાન ગ્રેવ્સ પણ હાજર હતા. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ બંને મૃતદેહો પૃથ્વીનો ભાગ નથી. આ તે જીવો છે જે તેઓએ UFOના કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. બંને અવશેષો બની ગયા હતા. આ મમીફાઈડ નમુનાઓને લાકડાના બોક્સમાં રાખવામાં આવ્યા હતા. પોતાના તારણો વિશે માહિતી આપતા માવસને જણાવ્યું હતું કે, તાજેતરમાં મેક્સિકોની ઓટોનોમસ નેશનલ યુનિવર્સિટીમાં યુએફઓ સેમ્પલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જ્યાં વૈજ્ઞાનિકોએ રેડિયોકાર્બન ડેટિંગની મદદથી ડીએનએ પુરાવાનું વિશ્લેષણ કર્યું.
ઇવેન્ટ દરમિયાન, પ્રોફેસર અબ્રાહમ અવી લોએબ, હાર્વર્ડ એસ્ટ્રોનોમી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર અને ‘ઓમુઆમુઆ થિયરીના લેખક, મેક્સિકન સરકારને વીડિયો કોલ દ્વારા વિનંતી કરી કે વૈજ્ઞાનિકોને એલિયન અસ્તિત્વની શક્યતાઓનો અભ્યાસ કરવાની મંજૂરી આપે.
વાઈરલ વિડીયોની લિંક અહી શેર કરવામાં આવી છે..