રાજકોટની મેંગો માર્કેટમાં વિકરાળ આગઃ અફરાતફરીનો માહોલ, લાખોનો માલ બળીને ખાખ
રાજ્યમાં હાલ આગની ઘટનાઓ વધી રહી છે, પછી તે હોસ્પિટલોમાં હોય કે, કંપનીઓમાંપ પણ હાલ રાજકોટમાં મેંગો માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. માર્કેટમાં આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી.
આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો છે. આગની આ ઘટનામાં લાખાનો માલ બળીને ખાખ થઈ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે. આગ લાગવાનું સાચું કારણ હજું અકબંધ છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે. રાજકોટનું મેંગો માર્કેટ સૌરાષ્ટ્રનું મોટું માર્કેટ ગણાય છે. અહીં દરરોજ લોકો ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે આજે સવારે કોઈ કારણોસર તંબૂમાં આગ લાગી લાગી હતી, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
જો કે, સદનસીબે આગ પર ફાયરબ્રિગેડે કાબૂ મેળવી લીધો હતો. મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ લાખાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લાવી હતી.