વાવ વિધાનસભા પેટાચૂંટણીઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે મતદારોને સો ટકા મતદાન કરવા કર્યું આહ્વાન
બનાસકાંઠાઃ વિધાનસભા વાવ-સુઈગામ-ભાભર દ્વારા આયોજિત “રબારી સમાજ સ્નેહમિલન” કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સાહેબ દ્વારા રબારી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં થયેલ સર્વાંગી વિકાસની રૂપરેખા આપી અને વાવ બેઠક પર મતદારો સો ટકા મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય અપાવે તેવું આહ્વાન કર્યું.
આ પ્રસંગે સાથી મંત્રી ભાનુબેન બાબરીયા, બચુભાઈ ખાબડ, પ્રફુલભાઈ પાનશેરીયા, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, ગોવાભાઇ રબારી, સંજયભાઈ દેસાઈ, રાજુલબેન દેસાઈ, જીવરાજભાઈ આલ, અવનીબેન આલ, દિનેશભાઈ દેસાઈ (ગોતા), રજનીશ ચૌધરી, ડી.ડી રાજપૂત, રબારી સમાજના આગેવાનોઅને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તો બીજી તરફ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે નેસડા ગામ ખાતે રાજપૂત સમાજના આ ગેવાનો, વડીલો અને યુવા મિત્રો ખાટલા બેઠક યોજી હતી. આ બંઠક દરમિયાન મંત્રી બલવંતસિંહ રાજપુતે વાવ વિધાનસભાના ભાજપના લોકલાડીલા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને પોતાના મતાધિકાર થકી જંગી લીડ સાથે વિજય અપાવવા અર્થે આહ્વાન કર્યું.
પોતાની મુલાકાત અંતર્ગત મંત્રી બલવંતસિંહ રાજપુતે પાટણના સોલંકીવંશના સ્થાપક મૂળરાજ સોલંકી દ્વારા બંધાવેલ મૂળેશ્વર મહાદેવ મંદિર(પાડણ)ના દર્શન કરી દેવાધિદેવ મહાદેવને જળાભિષેક અને પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ડી.ડી રાજપૂત, પ્રવીણભાઈ પ્રજાપતિ, અમીરગઢ તાલુકા પ્રમુખ, રાજપૂત સમાજના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.