કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી વી.કે.સિંઘે ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની મુલાકાત કરી

ગાંધીનગર : VGGS-૨૦૨૪ અંતર્ગત હેલિપેડ, ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી વી.કે.સિંઘે સૌજન્ય મુલાકાત કરી હતી.

રાજ્યમંત્રી સિંઘે આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હોલ નંબર -૭ માં આરોગ્યની વિવિધ યોજનાઓની થીમ પર  તૈયાર કરાયેલા સ્ટોલની મુલાકાત કરીને જરૂરી વિગતો મેળવી હતી.જેમાં કુદરતી આપત્તિ સમયે ઝડપી અને અસરકારક સારવારની કામગીરી માટે ભારતીય વાયુદળ‌ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી ‘આરોગ્ય મૈત્રી ક્યૂબ’ તેમજ ‘સર્જિકલ સ્ટેશન’નું નિરીક્ષણ કર્યું હતું.જેમાં ભૂકંપ, પુર,વાવાઝોડું, માનવ સર્જિત અકસ્માત વગેરે સમયે ટેકનોલોજી આધારિત તાત્કાલિક સારવાર કેવી રીતે આપી શકાય તેની માહિતી મેળવીને પ્રભાવિત થયા હતા.

આ મુલાકાત દરમિયાન ભારતીય વાયુદળ‌ તેમજ આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ મંત્રી વી.કે. સિંઘને નવીન આરોગ્યલક્ષી ટેકનોલોજીથી માહિતગાર કર્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news