ડેડીયાપાડામાં આકાશી વીજળી પડવાથી બે વ્યક્તિઓનું મોત, પાંચ લોકો ઇજાગ્રસ્ત

ડેડીયાપાડા તાલુકાની માલ ગામની સીમમાં તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ બપોર વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ પડતો હતો. તે દરમિયાન માલ ગામની સીમ નજીક આવેલ ખેતરમાં ઝૂંપડું હતુ. જેમાં ખેતીકામ સમયે વરસાદ આવતા આશ્રય લેવા માટે સાત વ્યક્તિઓ બેઠા હતા. તે દરમિયાન ઝુંપડામાં વિજળી પડતા બે વ્યક્તિઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બપોરે વીજળી પાડવા સાથે ભારે વરસાદ પડતાં ખેતરમાં કામ કરી રહેલા સાત લોકો નજીક આવેલી ઝુપડીમાં આશરો લઈ રહ્યા હતા. ત્યારે તેમને ખબર ન હોતી કે અહી વીજળી રૂપે આકાશી મોત તેમની રાહ જોઈ બેઠું છે ને આ વીજળી પડતા જ બે લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે પાંચ જેટલા લોકોને ઇજાઓ પોહંચી હતી, જેમને સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news