મહેમદાવાદ નજીક ખુલ્લા વિસ્તારમાં કેમિકલ ડમ્પ કરતા ત્રણ વ્યક્તિઓ ઝડપાયા
ખેડા જિલ્લાની સ્થાનિક પોલીસે મહેમદાવાદ નજીક ખુલ્લા વિસ્તારમાં કેમિકલ ફેંકતા 3 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. નિયમિત પેટ્રોલિંગ કરતી વખતે પોલીસને કેટલાક લોકો ખુલ્લા વિસ્તારમાં કેમિકલ ભરેલા બેરલ ઉતારતા જોવા મળ્યા. તે લોકોની વધુ પૂછપરછ બાદ જાણવા મળ્યું કે તેઓ જમીન પર બેરલ છોડી રહ્યા છે.
પોલીસની ટીમે 3 બેરલમાં 18,500 લિટર વેસ્ટ કેમિકલ્સ જપ્ત કર્યા હતા. રૂ. 32,500ની કિંમતનું જપ્ત કરાયેલ કેમિકલ, 3 મોબાઇલ ફોન અને 8,44,000 ની કુલ કિંમત સાથે ટ્રક કબજે કરી. જ્યારે જાગીરલામ રિયાઝ હુસેન પઠાણ રહે, અમદાવાદ વટવા, ટ્રક ચાલક શિવાભાઇ દેવસિંહભાઇ શેખ રહે, જીજોડા તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર, સમશેર આલમ હૈદરઅલીખાન રહે, અમદાવાદ વટવા અને દિપેશભાઇ સામે ગુનો નોંધાયો છે.
હવા અને જમીનને પ્રદૂષિત કરવા માટે ઉપરોક્ત વ્યક્તિઓ સામે ફરિયાદો નોંધવામાં આવી છે. બનાવ સંદર્ભે પકડાયેલા ટ્રક ડ્રાઈવર શિવાભાઈ દેવસિંહભાઈ શેખે પોલીસ ટીમને જણાવ્યું હતું કે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જલારામ ટ્રાન્સપોર્ટના દિપેશભાઈ નામના વ્યક્તિએ ટ્રકમાં કેમિકલ ભરેલું હતું.