જૂનાગઢ યુનિવર્સિટીના ઝૂલોજી વિભાગે નવા કરોળીયાની શોધ કરી
આપે કરોળીયા તો જોયા હશે, તમે ઘરમાં, ઓફિસમાં, દુકાનમાં, અવાવરી જગ્યાએ ત્યારે જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇફ સાયન્સીસના પ્રાણીશાસ્ત્ર વિભાગે ગિરનારના જંગલમાંથી તદ્દન નવા જ પ્રકારના કરોળીયાની શોધ કરી છે. આ અંગે મળતી વિગત મુજબ ઝૂલોજી વિભાગના ડો. જતિન રાવલ અને તેમના પીએચડીના વિદ્યાર્થીની નમ્રતા હૂણ દ્વારા આ શોધ કરાઇ છે. ખાસ કરીને વિશ્વના કુલ ૪૯,૮૫૮ જાતિના કરોળીયા કરતા આ કરોળીયો અલગ છે. આ કરોળીયો ઝાંખા કે ઘાટા લાલાશ પડતા રંગનું ગોળાકાર માથું, ભૂરૂં પેટ, શરીર પર આછી કાળી રૂવાટી ધરાવે છે. પગની પ્રથમ જોડી પગની અન્ય ત્રણ જોડીની તુલનામાં ખૂબજ ભારે અને મજબૂત છે.
આ કરોળીયો સામાન્ય રીતે ગિરનારના જંગલમાં, દાતારની ટેકરીમાં જોવા મળત હોય તેને નરસિંહ મહેતાઇ નામ અપાયું છે.દરમિયાન કુલપતિ પ્રો ડો. ચેતનભાઇ ત્રિવેદીએ આ અસામાન્ય શોધ બદલ લાઇફ સાયન્સ ભવનને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, ગિરનાર ક્ષેત્રમાં રહેલી અલભ્ય ઔષધિઓ, વનસ્પતિ અને પ્રાણીઓ વિષે ભવિષ્યમાં પણ નરસિંહ મહેતા યુનિવર્સિટી મોટું યોગદાન આપી શકશે.