૧૪ જાન્યુઆરીએ વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા ચીનમાં કોરોના તપાસ માટે જશે
સોમવારે ચીને જણાવ્યું કે, WHOના એક્સપર્ટની એક ટીમ ગુરુવારે કોરોના વાયરસ મહામારીની ઉત્પતિની તપાસ માટે આવવાની છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે સોમવારે એક ઘોષણામાં કહ્યું કે, WHOના એક્સપર્ટ ચીની સમકક્ષો સાથે બેઠક કરશે, પણ જો કે આ બેઠકની કોઈ જાણકારી આપવામાં આવી નથી.
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે WHOની ટીમ વુહાનની મુલાકાત કરશે કે નહીં. ચીને તેને લઈને હજુ સુધી કોઈ ફોડ પાડ્યો નથી. વાયરસની વુહાનમાં ઉત્પતિને લઈને ઉઠેલાં અઢળક સવાલો ઉઠ્યા હતા. જો કે બેઈજિંગે આ મામલે એક્સપર્ટની ટીમને તપાસ માટે મંજૂરી આપવામાં વિલંબ લગાવી દીધો હતો. અને હજુ પણ ચીન દ્વારા WHO ટીમની વુહાન મુલાકાતને લઈ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
WHOની એક્સપર્ટ ટીમની ચીન યાત્રા માટે લાંબા સમયથી વાટાઘાટો કરી રહ્યા છે. WHO પ્રમુખ ટેડ્રોસ એડહૈનમ ઘેબ્રયેસિસએ ગત અઠવાડિયે વિલંબ પર નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક ટીમના સભ્યો પોતાના દેશોખી પ્રસ્થાન કરી રહ્યા છે અને WHO તેમજ ચીની સરકાર વચ્ચે એક વ્યવસ્થાના ભાગરૂપે પોતાની યાત્રા શરૂ કરી ચૂક્યા છે.