ભારત બાયોટેકના કોવેક્સિનના સપ્લાય પર WHOએ પ્રતિબંધ લગાવ્યો

જ્યારથી કોરોના મહામારીએ દસ્તક આપી છે, ત્યારથી વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન હમેશા કોઈ દેશમાં કોઈ વધારે વાઈરસનો ફેલાવો ન થાય તેના પ્રયાસોમાં તૈયાર રહે છે   જેવામાં હવે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એવો ર્નિણય લીધો કે વેક્સીનનો સપ્લાયને સ્થગિત કરવાની પુષ્ટિ કરી છે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ સંયુક્ત રાષ્ટ્રની પ્રાપ્તિ એજન્સીઓ દ્વારા ભારત બાયોટેકના કોવેક્સિનના સપ્લાયને સ્થગિત કરવાની પુષ્ટિ કરી છે. સાથે જ રસી મેળવતા દેશોને યોગ્ય પગલાં લેવાની ભલામણ પણ કરી છે. WHO એ તેના નિવેદનમાં કહ્યું કે આ સસ્પેન્શન ૧૪ માર્ચથી ૨૨ માર્ચ સુધી કરવામાં આવેલા EUL નિરીક્ષણ બાદ કરવામાં આવ્યું છે. હવે આ ર્નિણય કોવેક્સિન રસીના સપ્લાયને અવરોધિત કરશે. Covaxin ઉત્પાદનને સ્થગિત કરવાથી નિકાસ માટેના પુરવઠામાં પણ વિક્ષેપ આવશે.

જો કે, કંપનીએ જીએમપીની ખામીઓને સુધારવા અને તેમાં ફેરફાર કર્યા પછી કોવેક્સિનનો પુરવઠો ફરી શરૂ કરવાનો ર્નિણય લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વચગાળાના અને સાવચેતીના પગલા તરીકે ભારતે તેની નિકાસ માટે કોવેક્સિનનું ઉત્પાદન સ્થગિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જ્યારથી કોરોના મહામારીએ દસ્તક આપી છે, ત્યારથી તેની ઓળખ કરવી, ટેસ્ટિંગ કિટ બનાવવી કોઈ પડકારથી ઓછું ન હતું. પરંતુ NIV પુણેના વૈજ્ઞાનિકોએ આગેવાની લીધી અને સૌ પ્રથમ દેશમાં માત્ર કોરોના વાયરસની ઓળખ કરી જ નહીં પરંતુ દેશભરની લેબને ટેસ્ટ કરવા માટે તેની ટેસ્ટિંગ કીટ પણ તૈયાર કરાવી. આ સાથે તેમને તાલીમ આપવામાં આવી હતી જેથી કરીને દેશમાં કોરોના ચેપના કેસોની ઝડપથી તપાસ કરી શકાય  WHOના ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે રસી અસરકારક છે અને સલામતી અંગે ચિંતા કરવાની કોઈ વાત નથી. પરંતુ અમુક દેશોએ કોવિડ ૧૯ રસીના વૈકલ્પિક સ્ત્રોતો સાથે રસીકરણ ચાલુ રાખવા માટે સંબંધિત SAGE ની ભલામણનો સંદર્ભ લેવો જોઈએ.

કંપનીએ સસ્પેન્શન અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા ન હોવા છતાં, કોવેક્સિનનું ઉત્પાદન ધીમું કરવાની જાહેરાત કરવા શુક્રવારે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. નિવેદનમાં જણાવ્યું હતું કે તે WHO ધોરણ સાથે ઉત્પાદન પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરના WHO EUL નિરીક્ષણ દરમિયાન, ભારત બાયોટેક આયોજિત સુધારણા પ્રવૃત્તિઓના અવકાશ પર WHO ટીમ સાથે સંમત થયા હતા અને સંકેત આપ્યો હતો કે તેઓ પણ શક્ય તેટલી વહેલી તકે રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, COVID -૧૯ ની જાહેર આરોગ્ય કટોકટીને પહોંચી વળવા માટે છેલ્લા વર્ષ દરમિયાન સતત ઉત્પાદન સાથે COVAXIN બનાવવા માટે તમામ હાલની સુવિધાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું હતુ.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news