કેવડિયામાં જમીન માપણી કરવા ગયેલાં અધિકારીઓને ગામના લોકોએ ભગાડ્યા
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે હજુ નવા પ્રોજેક્ટો આવ્યા ત્યારે કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય માર્ગ પર વચ્ચે પહેલું ગામ વાગડીયા આવે છે. ત્યારે જમીન સંપાદન અધિકારીઓ વાગડીયા ગામે જમીનો માપણી કરવા ગયા હતા.સ્થાનિકોના ઘર્ષણની શક્યતાને પગલે પોલીસ પ્રોટેકશન સાથે જમીન માપવા ગયા હતા પરંતુ સ્થાનિક વાગડિયાના લોકો ટોળે વળી આધિકારીઓની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા ઘર્ષણ થયું હતું જોકે અંતે આધિકારીઓએ કામગીરી અટકાવી પરત ફરવું પડ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વાગડીયા ગામે ૫સ્ટાર હોટેલ બનાવની છે, જેની સાથે અન્ય પ્રોજેક્ટ પણ બનવાનો હોય જે માટે આધિકારીઓ જમીનની માપણી કરવા ગયા હતા.
પરંતુ સ્થાનિક વાગડીયા ગામના લોકો પહોચી જઈ ને જમીન માપણી કરતા અટકાવ્યા અને જણાવ્યું કે જિલ્લામાં પેસા એક્ટ લાગુ હોય ૫ મી અનુસૂચિ પ્રમાણે પંચાયતની મંજૂરી વગર જમીન માપણી કરશો તો હાઇકોર્ટમાં કેશ કરી દઈશું અને તમામ જેલમાં જશો એમ કહી વિરોધ કરતા આધિકારીઓ સાથે ઘર્ષણ કર્યું પરંતુ આધિકારીઓ કામગીરી અટકાવી પરત ફર્યા હતા એટલે વિવાદ શાંત પડ્યો હતો.બાકી ધરપકડ થાત અને બીજા દિવસે આંદોલન થાત પરંતુ હાલ આધિકારીઓ કામગીરી અટકાવી પરત ફર્યા એમાં વાતાવરણ શાંત રહ્યું છે હવે કામગીરી ચાલે છે કે કેમ તે જોવું રહ્યું.
અમારા વગાડીયા ગ્રામપંચાયત માં આવતા સર્વે નંબર ની જમીન માં બે દિવસ થી કેટલાક અધિકારીઓ માપણી કરવા આવે છે. પરંતુ પોતાની કોઈ.ઓળખ આપતા નથી કે તેમની પાસે કોઈ આઇડેન્ટી કાર્ડ નથી. અને ૫ મી અનુસૂચિ પ્રમાણે પંચાયત ની પરમિશન પણ લેતા નથી એટલે વિરોધ કર્યો અમે અહીંયા ખાડો પણ નહીં ખોદવા દઈએ.