આગામી 18મીથી ત્રિદિવસીય એલઆઇબીએફ એક્સ્પો 2024 હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે
અમદાવાદ: આગામી 18થી 21 જાન્યુઆરી 2024 દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાનાર એલઆઇબીએફ એક્સ્પો 2024નું પૂર્વાવલોકન પૂરૂં પાડતી અમદાવાદમાં આજે યોજાયેલી સફળ અને આંતરદૃષ્ટિપૂર્ણ પત્રકાર પરિષદની જાહેરાત કરતાં લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટી રોમાંચિત છે. એલઆઇબીએફ એક્સ્પો 2024 આંતરરાષ્ટ્રીય સહયોગ, નેટવર્કિંગ અને વેપાર અને રોકાણની તકોના અન્વેષણ માટે એક અનોખું મંચ સ્થાપિત કરવા માટે સમર્પિત છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહાનુભાવોમાં લોહાણા સમાજના પ્રમુખ સતીશ વિઠ્ઠલાણી; લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન અને એલઆઇબીએફના ડાયરેક્ટર વિજય કારિયા; લોહાણા મહાપરિષદના તત્કાલ ટ્રસ્ટી/ પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ કોટક; શ્રી લોહાણા મહાપરિષદના માનનીય સેક્રેટરી હરીશ ઠક્કર; શ્રી લોહાણા મહાપરિષદની બિઝનેસ ડેવપલપેમ્ટ કમિટિના વાઇસ ચેરમેન ભરત ઠક્કર, એલઆઇબીએફના સંયોજક શિલ્પાંગ કારિયાનો સમાવેશ થાય છે. વિવિધ ક્ષેત્રોમાં સહયોગી પ્રયાસોની તેમની મૂલ્યવાન આંતરદૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે એક્સ્પોની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો. આ સર્વસમાવેશક અભિગમ ન માત્ર મોટા ઉદ્યોગોનું, પરંતુ નાના સ્ટાર્ટ-અપ્સ, મહિલા ઉદ્યોગો અને નવીન વિચારો ધરાવતા યુવાનોનું પણ હાર્દિક સ્વાગત કરે છે.
આ પ્રસંગે બોલતા લોહાણા સમાજના પ્રમુખ સતીશ વિઠ્ઠલાણીએ જણાવ્યું, “અમે એલઆઇબીએફ એક્સ્પો 2024નો ભાગ બનીને ખૂબ જ આનંદ અનુભવી રહ્યાં છે, જે ટૂંક સમયમાં જ ખાદ્ય અને કૃષિ, રિયલ એસ્ટેટ, બેન્કિંગ અને ફાઇનાન્સ સહિત અન્ય વ્યવસાયોની વિશાળ શ્રેણી માટે નેટવર્કિંગ અને વેપાર માટે ભારતનું મુખ્ય સ્થળ બની જશે. અહીં ભારતના બિઝનેસ લેન્ડસ્કેપની આસપાસ ચર્ચાઓ ચર્ચાશે, ત્યારે અમારૂં વિઝન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2028 સુધીમાં ભારતના જીડીપી માટે 5 ટ્રિલિયન યુએસ ડોલરના લક્ષ્યમાં યોગદાન આપવાનું છે, જે ભારતની આર્થિક મહાશક્તિ બનવાની કૂચને મજબૂત બનાવે છે.”
એલઆઇબીએફ એક્સ્પો 2024 રિયલ એસ્ટેટ, ફાર્મા, એગ્રો, મહિલા ઉદ્યોગ, બેંકિંગ, ફાઇનાન્સ અને વધુમાં 34 વિવિધ ઉદ્યોગોની સક્રિય ભાગીદારીને પ્રદર્શિત કરશે. ક્ષેત્રોની આટલી વિશાળ શ્રેણીનો સમાવેશ એક્સ્પોની વ્યાપક પ્રકૃતિને ઉજાગર કરે છે, જે વિશ્વભરના 30થી વધુ દેશોના ટોચના વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ અને મહિલાઓ અને સરકારી પ્રતિનિધિઓને એક સાથે આવવા, વિચારોનું આદાન-પ્રદાન કરવા અને સહયોગી તકો શોધવા માટે એક અનોખું મંચ પૂરૂં પાડે છે.
એલઆઇબીએફ એક્સ્પો 2024ને ગુજરાત સરકારના પ્રતિનિધિઓ તરફથી નોંધપાત્ર સમર્થન મળ્યું છે. પ્રતિષ્ઠિત અગ્રણીઓમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ઇસરો (ISRO)ના ભૂતપૂર્વ ચેરપર્સન એ.એસ. કિરણ કુમાર આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લેશે, જેનાથી એક્સ્પોમાં નોંધપાત્ર રીતે સરકારી પરિમાણ ઉમેરાશે.
પત્રકાર પરિષદમાં, લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન અને એલઆઇબીએફના ડાયરેક્ટર વિજય કારીયાએ જણાવ્યું, “અમે એલઆઇબીએફ એક્સ્પો 2024માં ઉદ્યોગ અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો અને સ્વપ્નદ્રષ્ટાઓના સંગમને જોઈને રોમાંચિત છીએ. સહયોગ અને વૃદ્ધિ માટે વૈશ્વિક મંચ પુરૂં પાડવાના અમારા મિશન સાથે મેન્યુફેક્ચરિંગ, એમએસએમઇ અને ઇનોવેશનમાં પોતાના નોંધપાત્ર યોગદાન દ્વારા ઉજાગર થયેલ ગુજરાતનું સમૃદ્ધ આર્થિક પરિદ્રશ્ય સહજ રીતે સંરેખિત થાય છે. એલઆઇબીએફ એક્સ્પો 2024 સાર્થક ચર્ચાઓ, વ્યૂહાત્મક ભાગીદારી અને પરિવર્તનકારી તકોની શોધ માટે ઉત્પ્રેરક બનવા માટે તૈયાર છે, જે વૈશ્વિક મંચ પર ગતિશીલ આર્થિક મહાશક્તિ તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત કરશે.”
પત્રકાર પરિષદમાં એલઆઇબીએફ એક્સ્પો 2024માં વ્યાપક રૂચિ અને સહભાગિતા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. યુરો એક્ઝિમ બેંક, વિનમાર્ટ, રવિન ગ્રૂપ, ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ., ઈસ્કોન ગ્રૂપ, માધવાણી ગ્રૂપ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ આ વિશિષ્ટ વ્યાપાર અને સાંસ્કૃતિક વિનિમયનો ભાગ બનવા માટે પ્રતિબદ્ધ છે.
શોના પૂર્વાવલોકનમાં એમએસએમઇ સેક્ટર, સ્ટાર્ટ-અપ્સ અને મેન્યુફેક્ચરિંગમાં આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં ગુજરાતની મહત્વની ભૂમિકા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પોતાના યોગદાન માટે પ્રસિદ્ધ ગુજરાત એક મુખ્ય તક કેન્દ્ર તરીકે ઊભું છે, જે પ્રભાવશાળી 4% સાથે કામદારોમાં સૌથી નીચો બેરોજગારી દર દર્શાવે છે. આ બાબત તેને કામગીરી સ્થાપિત કરવા ઇચ્છુક નવા ઉદ્યોગો માટે એક આકર્ષક ગંતવ્ય સ્થળ બનાવે છે. ગુજરાતની દૂરગામી પ્રભાવ તેની સરહદો પાર વિસ્તરયેલો છે, જે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% અને નિકાસમાં પ્રભાવશાળી 30% યોગદાન આપે છે, જે વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં રાજ્યને એક મુખ્ય ખેલાડી તરીકે સ્થાન આપે છે. જેમ જેમ આપણે એલઆઇબીએફ એક્સ્પોની નિકટ પહોંતી રહ્યાં છીએ, તેમ તેમ તે સ્પષ્ટ થાય છે કે ગુજરાતના નાના અને મધ્યમ કદના સાહસો (એમએસએમઇ) માટે પોષક વાતાવરણ, જે 1.3 લાખથી વધુ એમએસએમઇનું ગૌરવ છે, તે સહયોગ, નવીનતા અને આર્થિક ગતિશીલતાને પ્રોત્સાહન આપવાના એક્સ્પોના લક્ષ્યો સાથે સહજતાથી સંરેખિત થાય છે.