માઉન્ટ આબુમાં તાપમાન માયનસ ૪ ડિગ્રી
બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડિગ્રીએ પહોંચ્યો છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણને લઇ લઘુત્તમ તાપમાન વધ્યું હતું. જો કે ફરીથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વાદળો હટતા ફરી એક વખત ઠંડીનો પારો ગગડ્યો છે, જેમાં માઉન્ટ આબુમાં માઇનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
તાપમાન વધુ ઘટવા લાગ્યું હતું અને સોમવારે વહેલી સવારે માઉન્ટ આબુના અનેક વિસ્તારમાં-ગાર્ડનમાં બરફ છવાયેલો જોવા મળ્યો હતો. તેમજ પાણીના કુંડા અને ગાડી ઉપર જેવા અનેક સ્થળો પર બરફ પાથરાયેલો જોવા મળ્યો હતો. બે દિવસથી પડી રહેલી ઠંડીના કારણે માઉન્ટ આબુમાં જન જીવન ઉપર અસર પડી છે.
જો કે માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાન પણ ઉમટી પડ્યા હતા, જેઓ ચારે બાજુ બરફ જોતા મંત્રમુગ્ધ થઇ તેનો આનંદ માણી રહ્યા છે. ૧૩ જાન્યુઆરીએ બનાસકાંઠાની અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને માઈનસ ૪.૫ ડિગ્રીએ પહોંચ્યું હતું. જેના પગલે પાણીના કુંડ-ગાડીઓ અને બગીચામાં બરફ છવાયો હતો.બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એક વખત તાપમાન માઈનસ ચાર ડિગ્રીએ પહોંચ્યું છે. જેના પગલે પાણીના કુંડ-બગીચામાં બરફ છવાયો હતો. ગાડીઓના કાચ ઉપર બરફ છવાતાં માઇનસ તાપમાનમાં પણ સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડીની અનેરો અહેસાસ માણી રહ્યા છે.