‘ટ્રાન્ઝિશન ટુ ધ ગ્રીન ઇકોનોમી : EVs ‘ વિષય ઉપર યોજાયેલા સેમિનારમાં EV ક્ષેત્રનું ભવિષ્ય, સંભાવનાઓ, તકો અને પડકારો ઉપર મનનીય ચિંતન વ્યક્ત કરાયા
ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે આયોજિત 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, 2024માં દ્વિતિય દિવસે ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ની રાષ્ટ્રીય કમિટી ઓન ક્લાઈમેટ ચેન્જ દ્વારા ‘ટ્રાન્ઝિશન ટુ ધ ગ્રીન ઇકોનોમી : EVs ‘ વિષય ઉપર માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિકાસ, એકસપોર્ટ પ્રમોશન, એનઆરઆઈ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન વિભાગના મંત્રી નંદ ગોપાલ ગુપ્તાએ સેમિનારના મુખ્ય અતિથિપદેથી જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી અસ્તિત્વમાં આવેલ વિચાર અને ઔધોગિક વિકાસના તેમના સંકલ્પને સાકાર કરનારૂં અદભુત આયોજન છે. દરેક મજબૂત અર્થ વ્યવસ્થાનો આધાર ઔદ્યોગિક વિકાસ છે ત્યારે આ સમિટ દેશ- વિદેશના ઉદ્યોગ વિશ્વ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને વિચારો અને રોકાણોના આદાન-પ્રદાન માટે એક ભવ્ય પ્લેટફોર્મ પૂરું પાડનારુ મહત્ત્વનુ સોપાન બની રહી છે. વાઈબ્રન્ટ સમિટ ઔદ્યોગિક વિકાસને નવો વેગ આપે છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, આ વિરાટ આયોજન પ્રધાનમંત્રીશ્રીના વિઝનને દર્શાવે છે.
તેમણે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ઉત્તર પ્રદેશના ઔધોગિક પરિદ્રશ્યમાં થયેલા હકારાત્મક પરિવર્તન અને વિકાસ અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી તેમજ ગ્રીન ઈકોનોમિના પરિપ્રેક્ષ્યમાં રાજ્યની ઇલેક્ટ્રીક વ્હિકલ પોલિસી, ઇવી ક્ષેત્રે રહેલી તકો અને રોકાણની સંભાવનાઓ અંગે વિગતે વાત કરી હતી.
આ ક્ષેત્રની વિવિધ કંપનીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. જેમાં, ગ્રીન પાવર હાઉસના ફાઉન્ડર પ્રમોટર સ્ટીફન પૌયત દ્વારા ગ્રીન એનર્જી વિષય, AIRTHના સીઇઓ રવિ કૌશિક દ્વારા એર પ્યુરિફિકેશન(ઇન્ડોર) ઉપર, નેક્સડિગ્મના ડિરેકટર માણિક એબોટ દ્વારા ભારતના EVs લેન્ડસ્કેપ વલણો અને તકો ઉપર, BVG ઇન્ડિયા લિમિટેડના ડિરેક્ટર પંકજ ઢીંગરા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. વિશ્વગુરૂ ઈન્ફોટેક પ્રાઈવેટ લિ.ના સ્થાપક, સીઈઓ અને ચેરમેન રાજેન્દ્ર ગાંગર્ડે દ્વારા પેન્ડેમિક હેલ્થકેર સોફ્ટવેર ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉત્તર પ્રદેશના પર્યાવરણ, આબોહવા પરિવર્તન વિભાગના ડાયરેક્ટર આશિષ તિવારીએ ગ્રીન એનર્જી અને EVs સેક્ટરની સંભાવનાઓ ઉપર વાત કરી હતી.
ઉત્તરપ્રદેશ વન, પર્યાવરણ અને હવામાન પરિવર્તન વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ સિંઘે ઈલેક્ટ્રોનિક વેહિકલ, વૃક્ષારોપણના મહત્વ, પોલ્યુશન કન્ટ્રોલ, પર્યાવરણના રક્ષણ, કલાઈમેટ ચેન્જ, સોલાર એનર્જીના ઉપયોગ વિષે વાત કરી હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશના ઉદ્યોગ વિભાગ અને CEO ઇન્વેસ્ટમેન્ટ સેક્રેટરી, અભિષેક પ્રકાશ દ્વારા આ ઉત્તર પ્રદેશના EVs સેક્ટર ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશ વન, પર્યાવરણ અને હવામાન પરિવર્તન વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ સિંઘે ઈલેક્ટ્રોનિક વેહિકલ, વૃક્ષારોપણના મહત્વ, પોલ્યુશન કન્ટ્રોલ, પર્યાવરણના રક્ષણ, કલાઈમેટ ચેન્જ, સોલાર એનર્જીના ઉપયોગની છણાવટ કરી હતી.
સેમિનારના અન્ય ટેકનિકલ વિષયોમાં ગ્રીન એનર્જી, એર પ્યુરિફિકેશન (ઇનડોર) અને ટ્રેન્ડ્સ અને તકો અને ભારતના EV લેન્ડસ્કેપને સામેલ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુપી સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ સિંઘ, IACCના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ બોહરા, ઉત્તરપ્રદેશ વન, પર્યાવરણ અને હવામાન પરિવર્તન વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ સિંઘ, IACCના અધ્યક્ષ તથા IACCની પર્યાવરણ અને આબોહવાની રાષ્ટ્રીય સમિતી અને આઈસીસી ઈન્ડિયા એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય કપિલ કૌલ, IACCની ગુજરાત શાખાના અધ્યક્ષ કુસુમ કૌલ વ્યાસ હાજર રહ્યા હતા.