કાળઝાળ ગરમીના કારણે ચામડીના કેન્સરના કેસ વધ્યાં
દેશ ભારે ગરમીનો સામનો કરી રહ્યો હોવાથી, ઓન્કોલોજિસ્ટ્સ ક્લાઈમેટ ચેન્જ નિષ્ણાતો, રાજકારણીઓ અને જનતાને વધતા યુ.વી. ઈન્ડેક્સ પર ધ્યાન આપવાનું આહ્વાન કરી રહ્યા છે. કુલ મળાવીને કર્ણાટકના ૩૧ જિલ્લાઓમાંથી ૨૭ જેમાં બેંગલુરુનો પણ સમાવેશ છે ૧૨ નું યુવી ઇન્ડેક્સ રીડિંગ આવે છે, જેને “ચરમ” ગણવામાં આવે છે. ધારવાડ, કોલાર, કોપ્પલ અને રાયચુર માટે યુવી ઇન્ડેક્સ ૧૩ છે અને યાદગીરી માટે તે ૧૨.૫ છે. માત્ર રામનગરમાં તે ૧૧ છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે અહીં પણ દિવસના કેટલાક ભાગોમાં તે ૧૨ સુધી પહોંચે છે. આ ઇન્ડેક્સ ત્વચાને નુકસાનકર્તા અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગનું પ્રમાણ દર્શાવે છે જે સૂર્ય તેના ઉચ્ચતમ સ્તરે હોય ત્યારે પૃથ્વીની સપાટી પર પહોંચવાની ધારણા છે.
ડૉ. યુ.એસ. વિશાલ રાવ, ડીન, એચસીજી કેન્સર રિસર્ચ સેન્ટર એન્ડ હોસ્પિટલે જણાવ્યું હતું.”અમે ફક્ત હવામાન કેવું છે તે જ જોઈએ છીએ, પરંતુ યુવી ઇન્ડેક્સ વિશે વાત કરતા નથી. આપણા જેવા ઉષ્ણકટિબંધીય દેશોમાં ત્વચાના કેન્સર દુર્લભ હતા. પરંતુ હવે, ઉચ્ચ યુવી એક્સપોઝરના કારણે આમાં ચોક્કસપણે વધારો જોઈ રહ્યા છીએ.” ડૉ વિશાલ રાવ યુવી એક્સપોઝરના જોખમો અને તેનાથી આપણા શરીરને થતા નુકસાનનો સતત અભ્યાસ કરે છે. તેમણે ધ્યાન દોર્યું કે નદીઓ અને જમીનો જે દરે સુકાઈ રહી છે, વધતા તાપમાન અને આબોહવા પરિવર્તનના કારણે ભારતીય શહેરો પણ વૈશ્વિક સ્તરે સૌથી જોખમી યુવી ઈન્ડેક્સના ચાર્ટમાં યોગદાન આપી રહ્યા છે. આની સાથે ત્વચાનું કેન્સર, સન બર્ન અને મોતિયા વધી રહ્યા છે.
ચામડીના કેન્સરની સૌથી વધુ ઘટનાઓ ઓસ્ટ્રેલિયામાં નોંધવામાં આવી છે, જ્યાં ઉચ્ચ-યુવી, કઠોર સૂર્ય કોકેશિયન વસ્તીને અસર કરે છે. “ભારતમાં ચામડીના કેન્સર દુર્લભ હતા કારણ કે આપણી ત્વચામાં મેલાનિન રંગદ્રવ્યનું ઉચ્ચ સ્તર યુવી કિરણોની અસરને ઘટાડે છે. પરંતુ હવે ત્વચાના કેન્સરમાં વધારો થઈ રહ્યો છે,” શંકરા હોસ્પિટલના હેડ એન્ડ નેક ઓન્કોલોજીના કન્સલ્ટન્ટ અને એચઓડી ડૉ. નારાયણ સુબ્રમણ્યમે જણાવ્યું હતું.