અમરેલીનાં મોરંગી ગામમાં ૧૦૦થી વધું મકાનોના છાપરા ઉડ્યા

અમરેલી જિલ્લામાં વાવાઝોડાની અત્યાર સુધીની સૌથી મોટી અસર જોવા મળી છે. રાજુલા તાલુકાના મોરંગી ગામમાં અત્યંત ભારે પવન ફૂકાયો છે. મોરંગી ગામમાં ૧૦૦ મકાનોને વાવાઝોડાએ ઝપેટમાં લીધા છે. મકાનોના નળિયા અને છાપરા માથે પડતા અનેક લોકોને ઇજા પહોંચી છે. બિપરજોય વાવાઝોડાએ વિનાશ વેરવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગે વરસાદને લઈને પણ આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ૧ કલાકની લઈને આગાહી કરતું નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ પવનની ગતિ ૭૦ થી ૯૦ કિલોમીટર રહેશે. આગામી એક કલાકમાં જુનાગઢ, રાજકોટ અને  જામનગરમાં છૂટો છવાયો વરસાદ પડશે. પવનની ગતિ ૫૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news