હવામાન વિભાગે ૨૯ ડિસેમ્બરથી રાજ્યોમાં કોલ્ડવેવ અંગે ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર
બિહારમાં પારો ૧૦ ડિગ્રીથી નીચે, અમૃતસરમાં ૨ ફ્લાઇટ કેન્સલ; ૬ ફ્લાઇટ્સ મોડી પડી
ઠંડીથી હાલમાં તો કોઈ રાહત દેખાતી નથી. રવિવારથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, ત્યારબાદ પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ૨૯ ડિસેમ્બરથી આ રાજ્યોમાં કોલ્ડવેવ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હાડ થીજાવતી ઠંડી વચ્ચે રાજસ્થાનના ૬ શહેરોમાં તાપમાન ૫ ડિગ્રી નીચે આવી ગયુ છે, જ્યારે, પટના સહિત સમગ્ર બિહારમાં પારો ૧૦ ડિગ્રી પર આવી ગયો છે. આ ઉપરાંત હિમાચલના કિન્નૌર, લાહૌલ-સ્પીતી અને ચંબાના પર્વતોમાં હિમવર્ષા થઈ શકે છે. રાજ્યમાં ફરી ઠંડીની અસર વર્તાઇ રહી છે. તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટ્યા બાદ શનિવારે રાત્રે રાજસ્થાનના છ શહેરોમાં તાપમાન પાંચ ડિગ્રી નીચે રેકોર્ડ થયું હતુ. વાદળછાયા વાતાવરણને કારણે દિવસનું તાપમાન પણ ૧૮ થી ૨૦ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.
બીજી તરફ રાજસ્થાનમાં ગઈકાલે રાત્રે ફતેહપુરમાં ૧.૪ ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતુ. જયપુરમાં તાપમાનનો પારો ૮.૪ ડિગ્રી નોંધાયું હતુ. હવામાન વિભાગે રાત્રીના તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી જેટલો ઘટાડો થવાની આગાહી કરી છે. રાજ્યમાં ઠંડી ફરી એકવાર તેની અસર બતાવી શકે છે. રવિવારે હરિયાણામાં વરસાદ પડાવની સંભાવના છે. વાદળછાયું બન્યા પછી, વરસાદની સિસ્ટમ અહીં સક્રિય થઈ છે. આને કારણે હરિયાણામાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. રવિવાર અને સોમવારે હળવા વરસાદની શક્યતા છે. પટના સહિત સમગ્ર બિહારમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રીની નીચે ગગડ્યો છે.
લોકોને હાલમાં ઠંડીથી રાહત મળે તેવી કોઈ સંભાવના જણાઈ રહી નથી. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે પર્વતો પર થઈ રહેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોપર જાેવા મળી રહી છે. શનિવારે ગયા બિહારનો સૌથી ઠંડો જિલ્લો રહ્યો હતો. પટનાનું લઘુતમ તાપમાન ૮.૨ ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતા ૧.૨ ડિગ્રી ઓછું હતું. રાંચી સહિત ઝારખંડના મોટાભાગના જિલ્લામાં તાપમાન ૨૭ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી લાઘટમ તાપમાન ૧૦ થી ૧૧ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. જ્યારે, મહત્તમ તાપમાન ૨૫ થી ૨૬ ડિગ્રી વચ્ચે રહેવાની શકયતા છે. શનિવારે, રાંચીમાં મહત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી નોંધાયું હતું, અને લઘુત્તમ તાપમાન ૯.૭ નોંધાયું હતું. ૨૪ કલાકની અંદર રાંચીમાં તાપમાનમાં વધારો નોંધાયો છે.