માળીયા હાટીનાની મેઘલ નદી બે કાંઠે વહેતી થઇ,શિવલિંગ પાણીમાં ગરકાવ
બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્ય પર સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્ય સરકાર વાવાઝોડાને પગલે તૈયારીઓમાં જોતરાઈ છે. ત્યારે જૂનાગઢમાં બે દિવસથી વાવાઝોડા સાથે વરસાદી માહોલ છવાયો છે. ભારે પવન અને વરસાદના પગલે હવે નદીઓ પણ ઉભરાઇ છે. ત્યારે માળીયા હાટીનાની મેઘલ નદી પણ પાણીથી છલોછલ થઇ હતી.ભારે વરસાદના પગલે મેઘલ નદીમાં પૂર આવ્યું.
મેઘલ નદી બે કાંઠે વહેતી થઇ હતી. નદીને જોઇને લાગે છે કે જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય. બે દિવસના ભારે વરસાદમાં જ નદી ઉભરાઇ ગઇ. જો વધુ ગાજવીજ સાથે વરસાદ પડે તો તબાહીના દૃશ્ય સર્જાઇ શકે છે.