ભારતમાં ચોમાસાના આગમનના એંઘાણ દૂર સુધી નથી દેખાઈ રહ્યા : હવામાનશાસ્ત્રી

સામાન્ય રીતે કેરળ અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર ચોમાસાની શરૂઆત એકસાથે થાય છે. સ્કાયમેટ વેધર સર્વિસીસના પ્રમુખ જીપી શર્માના જણાવ્યા અનુસાર, ગત અઠવાડિયે દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો હતો. જોકે, આ ઝડપ બહુ લાંબો સમય ટકી શકતી નથી. તીવ્ર ઝડપ પછી ચોમાસુ ધીમુ પડી જશે. તેમણે જણાવ્યું કે, “અમે હજુ પણ આ મહિનાની અંદાજિત તારીખની આસપાસ કેરળમાં ચોમાસાની શરૂઆતની અપેક્ષા રાખીએ છીએ.” પરંતુ કેરળ પછી જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેની ગતિ ધીમી પડશે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળમાં આગામી ૩ દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ ચાલુ રહેશે. આ દરમિયાન સારા સમાચાર એ છે કે હવે ઉત્તર-પૂર્વમાં વરસાદ થોડો નબળો પડ્યો છે. પરંતુ બંગાળ અને સિક્કિમમાં આગામી ૫ દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે.

સ્કાયમેટ વેધર અનુસાર, પૂર્વોત્તર અરબી સમુદ્ર, ગુજરાતના ઉત્તરીય ભાગો, દક્ષિણ પશ્ચિમ અને બંગાળની ખાડી પર ભારે પવનની શક્યતા છે. આ વિસ્તારોમાં પવનની ઝડપ ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની વચ્ચે રહી શકે છે. બીજી તરફ કેરળ, દક્ષિણ કર્ણાટક અને આંદામાન -નિકોબાર ટાપુઓ સાથે લક્ષદ્વીપમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.ઉનાળાની ગરમી વચ્ચે ચોમાસાની રાહ જોઈ રહેલા લોકોને નિરાશ થવાનો વારો આવ્યો છે.

હવામાનશાસ્ત્રીઓએ અગાઉ આગાહી કરી હતી કે, આ વખતે ભારતમાં ચોમાસું સમય પહેલાં જ આવી જશે, પરંતુ હવે કહેવાઈ રહ્યું છે કે ભારતમાં ચોમાસાના વહેલા આગમનના એંધાણ દૂર દૂર સુધી નથી દેખાઈ રહ્યા. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે ચોમાસું ૨૭ મેના રોજ કેરળ પહોંચી શકે છે. આ વર્ષની અંદાજિત તારીખની આસપાસ કેરળમાં ચોમાસું શરૂ થઈ શકે છે. આ પછી ચોમાસાની ગતિ થોડા દિવસો સુધી ધીમી રહેવાની શક્યતા છે. તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યું કે હવામાન મોડલ દર્શાવે છે કે ચોમાસાને બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં પહોંચવામાં થોડો સમય લાગી શકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news