બોસ્ટનમાં તાપમાન માઈનસ ૪૫ ડિગ્રીએ પહોંચતા એલર્ટ
અમેરિકામાં એક તરફ કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે બરફનાં તોફાને ન્યૂયોર્કથી બોસ્ટન સુધી ઉત્તર પૂર્વનાં રાજ્યોને ઘમરોળ્યું છે. ન્યૂયોર્કથી લઈને બોસ્ટન સુધી ત્રણ વર્ષ પછી એટલે કે ૨૦૧૯ પછી ભારે હિમવર્ષાએ હાહાકાર મચાવ્યો છે. ૧૫ મિલિયનથી વધુ લોકો ઠંડા પવનમાં ઠૂંઠવાઈ રહ્યા છે. પૂર્વ કાંઠાનાં રાજ્યોમાં પારો ગગડીને માઈનસ ૪૫ ડિગ્રીએ પહોંચતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શનિવાર સુધીમાં ટેક્સાસ પર પાંચ ટોર્નેડો ત્રાટકવાનું જાેખમ સર્જાઈ શકે છે. અન્ય ટોર્નેડો ઉત્તર અલાબામા તેમજ લુઈસિયાના પર ત્રાટકી શકે છે. બરફનાં તોફાનને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં હાઈવે પર બરફની ચાદર છવાઈ ગઈ છે. અનેક વાહનો અધવચ્ચે ફસાયા છે. વિઝિબિલિટી ઓછી થઈ જતા વાહનચાલકો માટે રસ્તો કાપવાનું મુશ્કેલ બન્યું છે. અનેક વાહનો બરફમાં દટાઈ ગયાં છે.