જાહેરમાં થૂક્યાં તો સમજો ખીસામાંથી 500 મૂક્યાં, અમદાવાદમાં જાહેર રસ્તા પર થુંકનારા સામે તંત્રએ લાલ આંખ કરી

અમદાવાદઃ અમદાવાદમાં વારંવાર સ્વચ્છતાને લઇને અભિયાન ચલાવવામાં આવે છે. જો કે જનતા વારંવાર તેની અવગણના કરતી જોવા મળે છે, અનેક લોકો પાન-મસાલા ખાઇને જાહેરમાં થુંકતા જોવા મળે છે, આવા લોકો સામે હવે તંત્રએ લાલ આંખ કરી છે.

જાહેરમાં પાનની પીચકારી મારનારની હવે ખેર નથી. અમદાવાદમાં રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા જાહેરમાં થુંકનારા આવા લોકો પાસેથી દંડ વસુલવામાં આવશે. ગંદકી ફેલાવતા લોકોને CCTVની મદદથી પકડવામાં આવશે. જાહેરમાં થૂંકનારાઓને પકડવા સ્માર્ટ CCTVની મદદ લેવાશે. વાહન પર જતાં થૂંકનારને રૂપિયા ૫૦થી ૫૦૦નો દંડ વસુલવામાં આવશે. જો કોઇ વ્યક્તિ CCTVથી પકડાય તો ઈ-મેમોથી નોટિસ ઘરે મોકલાશે. ઈ-મેમો દ્વારા રૂપિયા ૨૦૦નો દંડ વસૂલવામાં આવશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news