સુરત પાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી આરંભીઃ જવાનોને ટ્રેનિંગ અપાઇ

ફાયરબ્રિગેડ દ્વારા તાપી નદીમાં ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું

સુરત કોર્પોરેશન દ્વારા વરસાદ આવે તે પહેલા શહેરમાં પાણી ભરાવાના સમયે કરવામાં આવતી કામગીરીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ બોટ, ટ્‌વીન બોટ, ઈમરજન્સી રેસ્ક્યૂ વ્હિકલ વગેરેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ઈમર્જન્સીની પરિસ્થિતિમાં રેસ્ક્યૂની કામગીરી કેવી રીતે કરવી તે અંગેની ટ્રેનિંગ પણ ફાયર જવાનોને સિનિયર અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. સમયાંતરે સુરત શહેરમાં ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિ બની જતી હોય છે. તેવા સમયે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા સ્થાનિક લોકોના રજૂ કરવાની ફરજ પડતી હોય છે.

ગંગેશ્વર મહાદેવ રોડ, રંગીલા સર્કલ અને જહાંગીરપુરા ઇન્ટેકવેલ તરફ ફાયર વિભાગ દ્વારા તાપી નદીની અંદર ટ્રેનિંગ નું આયોજન કર્યું હતું. ૩૦ જેટલા ફાયર વિભાગના જવાનો જાેડાયા હતા. બોટ ટેસ્ટિંગ કરીને જવાનોને તમામ ફાયરના સાધનોથી માહિતગાર કર્યા હતા. તાપી નદીમાં તમામ બોર્ડનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે સાથે અધિકારીઓએ ફાયર વિભાગના જવાનોને તમામ પરિસ્થિતિમાં કેવી રીતે કામગીરી કરવાની છે તે અંગે પણ સૂચના આપી હતી.

ફાયર ઓફિસર એસ.ડી.ધોબી જણાવ્યું કે ચોમાસુ શરૂ થાય તે પહેલાં જ ફાયર વિભાગની ટીમ તમામ સાધનો સાથે સજ્જ થઈ ગઈ છે. સાધનોનું ટેસ્ટિંગ કરવું ખૂબ જરૂરી છે. તેમજ જવાનોને રેસ્ક્યૂ વિહિકલનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news