૧૬ વર્ષની ઉંમરે વૃક્ષો વાવવાનું શરૂ કર્યું, આજે ૧૫ ફૂટબોલના મેદાન જેટલું જંગલ બનાવ્યું
તમે આસામના જાદવ મોલાઈ પાયેંગને નહીં જાણતા હોવ, પરંતુ આસામમાં આ નામ બિલકુલ નવું નથી. ૧૯૭૯માં ૧૬ વર્ષની ઉંમરે પેયેંગે દરરોજ વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. એ ઉંમરે વન ટ્રી અ ડેના સિદ્ધાંત પર દરરોજ એક વૃક્ષ વાવનારા ભારતના આ વનપુરુષે એકલા હાથે ૧૫ ફૂટબોલ મેદાન સમાન જંગલ બનાવ્યું છે.પ્યાંગ કહે છે કે, તે છેલ્લા ૪૨ વર્ષથી દરરોજ સવારે ઉઠે છે અને તેના જંગલમાં બીજું વૃક્ષ વાવવાની તૈયારી કરે છે. તેમના બાળકોનો જન્મ પણ આ જંગલોમાં થયો હતો.
૧૯૭૯માં શરૂ થયેલી પર્યાવરણ માટેની તેમની સેવાઓ હજુ પણ ચાલુ છે. તેમને ભારતના વન મેન તરીકે ઓળખવામાં આવ્યા. વનવૃક્ષની સ્થાપના દરરોજ એક છોડ વાવવાના તેમના વિચાર સાથે કરવામાં આવી હતી. ૪૨ વર્ષ સુધી ચાલેલા આ આંદોલનથી એકલા જાદવે જ ૧૩૬૦ એકરથી વધુ જંગલ બનાવ્યું.૧૩૬૦ એકરમાં ફેલાયેલું આ મુલાઈ જંગલ ૧૦૦થી વધુ હાથીઓ અને અન્ય પ્રાણીઓનું ઘર છે. તમને જણાવી દઈએ કે સરકારે જાદવ મોલાઈ પાયેંગને તેમના કામ માટે પદ્મશ્રી પણ આપ્યો છે.