અમેરિકામાં બરફની ચાદરો ફેલાઈ, માઇનસ ૩૪ ડિગ્રીથી સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત

અમેરિકામાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે. મોંટાનાના કેટલાક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી લઈ ૩૪ ડિગ્રી સેલ્સિયસ નીચે ગયુ છે. શિયાળાની ઠંડીની કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. લોકોને ઘરેથી નીકળવાનું મુશ્કેલ બની ગયુ છે. ઘણા શહેર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. બરફના તુફાને લોકોનું જીવવાનું મુશ્કેલ કરી દીધુ છે. ઓરેગનથી લઈ ઉત્તર મેદાની વિસ્તારોમાં બરફના તુફાનની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે ન્યૂ મેક્સિકોમાં ઝડપી પવનોની સાથે જ મધ્ય અટલાન્ટિકમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. બરફવર્ષાના કારણે અમેરિકાના ઘણા શહેરોમાં વિજળી ગુલ થઈ ગઈ છે, જેનાથી લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે. મિશિગન અને વિસ્કોન્સિનમાં ૧.૨૫ લાખથી વધારે લોકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે.

જાણકારી મુજબ બરફવર્ષાના કારણે પશ્ચિમી કોલંબિયા લેન્ડસ્લાઈડ થયુ છે, જેમાં ૩૩ લોકોના મોત થયા છે અને લગભગ ૩૫ લોકો ઘાયલ થયા છે. ત્યારે આ દરમિયાન ઘણા લોકો કાટમાળ નીચે દબાયા છે, જેની શોધખોળ ચાલી રહી છે. ખરાબ હવામાનને કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે. ગયા શુક્રવારે અમેરિકી એરલાઈન્સે ૨૦૦૦થી વધારે ફ્લાઈટને રદ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર અમેરિકામાં લગભગ ૭૬૦૦ ફ્લાઈટ લેટ થઈ છે. ફ્લાઈટ અવેયર મુજબ અમેરિકાના બે એરપોર્ટ પર ફ્લાઈટ રદ થવાની સંખ્યા સૌથી વધારે છે. ઓહારે જતી લગભગ ૪૦ ટકા ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે, ત્યારે મિડવે જનારી ૬૦ ટકાથી વધારે ફ્લાઈટ રદ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર ઓહારે એરપોર્ટ તરફથી એક પોસ્ટ શેયર કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે એરલાઈન્સે ૬૫૦થી વધારે ફ્લાઈટ રદ કરવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયા પર ઘણી એવી તસ્વીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બરફના પહાડ થયા છે. રસ્તાઓ પુરી રીતે બરફથી ઢંકાઈ ગયા છે. ગાડીઓ પરથી બરફ હટાવવાનું કામ ચાલી રહ્યુ છે. ત્યારે અધિકારીઓએ ગ્રેટ લેક્સ અને મિડવેસ્ટ માટે બરફના તોફાનનું એલર્ટ આપ્યું છે. આયોવાથી લઈ શિકાગો સહિત ગ્રેટ લેક્સ સુધઈ ભારે બરફવર્ષા અને ૫૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા છે. તેની સાથે જ ઓછી વિજિબિલિટીને કારણે લોકોને અવરજવરમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news