સ્કાઈમેટ વેધરના રિપોર્ટ મુજબ આ વર્ષે ચોમાસુ સામાન્ય હશે

નવી દિલ્હી :આ વર્ષે દેશમાં ૯૮% ચોમાસાના વરસાદના અણસાર છે કે જે સામાન્ય સ્થિતિ હશે. જાે કે, પ્રચંડ ગરમીની અસરને જાેતા અમુક લોકોને લાગે છે કે ગયા વર્ષની સરખામણીમાં વરસાદ ઓછો થઈ શકે છે. સ્કાઈમેટ વેધરના એક્સપર્ટસના જણાવ્યા મુજબ ૪ મહિના જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બરનો સરેરાશ વરસાદ ૮૮૦.૬ એમએમની સરખામણીમાં ૨૦૨૨માં ૯૮% વરસાદની સંભાવના છે (એરર માર્જીન /_ ૫%). ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ જાહેર કરેલ પોતાના પ્રારંભિક પૂર્વાનુમાનમાં સ્કાઈમેટે મોનસુન ૨૦૨૨ સામાન્ય હોવાનુ આકલન કર્યુ હતુ અને હવે તેને સમાન બનાવી રાખ્યુ છે, સામાન્ય વરસાદનો પ્રસાર એલપીએના ૯૬-૧૦૪% છે. છેલ્લી ૨ મોનસુન સિઝન બેક-ટુ-બેક લા નીના ઘટનાઓથી પ્રેરિત છે. આ પહેલા, લા નીના ઠંડીઓમાં ઝડપથી ઘટવા લાગી હતી પરંતુ પૂર્વના પવનો તેજ થવાથી તેની વાપસી અટકી ગઈ છે. વળી, ભારતમાં આ વખતે અલ નીનોની ઘટનાથી બચી શકાય છે, જે સામાન્ય રીતે ચોમાસાને અટકાવે છે. જાે કે, ચોમાસાના સ્પંદનશીલ વ્યવહારથી અચાનક અને તીવ્ર વરસાદ થવાની આશા છે, જે અસામાન્ય રીતે લાંબા સમય સુધી દુષ્કાળ વચ્ચે થાય છે.’ ભૌગોલિક જાેખમોના સંદર્ભમાં, આશા છે કે રાજસ્થાન અને ગુજરાત સાથે-સાથે પૂર્વોત્તર ક્ષેત્રના નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આખી સિઝનમાં વરસાદની કમી થવાનુ જાેખમ રહેશે. આ ઉપરાંત કેરળ અને આંતરિક કર્ણાટકમાં જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય ચોમાસાના મહિનામાં ઓછો વરસાદ થશે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ, ઉત્તર ભારતના કૃષિ ક્ષેત્ર અને મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના વર્ષા આધારિત ક્ષેત્રોમાં સામાન્યથી વધુ વરસાદ થશે. સિઝનનો પહેલો ભાગ પછીના ભાગની સરખામણીમાં વધુ સારો રહેવાની આશા છે. હવામાન વિશેષજ્ઞો કહી રહ્યા છે કે જૂનના શરુઆતના મહિનામાં ચોમાસાની સારી શરુઆત થવાની સંભાવના છે. વર્ષ ૨૦૦૩માં આની સ્થાપના કરવામાં આવી હતી. સ્કાઈમેટ વેધરના સીઈઓ કહે છે કે આ ભારતની સૌથી મોટી હવામાન નિરીક્ષણ અને કૃષિ જાેખમ સમાધાન કંપની છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news