ફાયર સેફ્ટી નહીં હોય તેવી શાળાઓની મંજૂરી રદ્દ કરાશે

રાજ્યમાં હજી પણ ક્યાંક ક્યાંક ફાયર સેફ્ટીનો અભાવ છે જેના લીધે અવારનવાર ક્યાંક ને ક્યાંક આગની ઘટનાઓ ઘટતી રહે છે. એવામાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું કે, ‘રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફટી હોવી જરૂરી છે. રાજ્યમાં હજુ પણ ૫૧૯૯ શાળાઓમાં ફાયર સેફટી નથી. શાળાઓમાં બાળકો, શિક્ષકો અને સ્ટાફ માટે ફાયરની સુવિધા હોવી અત્યંત જરૂરી છે. જો આ શાળાઓમાં ફાયર સેફટી નહીં હોય તો હાઇકોર્ટ આ શાળાઓની મંજૂરી રદ્દ કરશે.’

આ રીતે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફાયર સેફ્ટીના અભાવને લઇને મોટી ફટકાર લગાવી છે. આ સાથે હાઇકોર્ટે જણાવ્યું કે, ‘ગુજરાત સરકાર રાજ્યની સ્કૂલોમાં ફાયર સેફટી અંગે હરિયાણા મોડેલ અપનાવે. આ સાથે જ હોસ્પિટલોમાં ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ અંગે પણ રાજ્ય સરકાર ત્વરિત ર્નિણય કરે.’ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ કરવામાં આવેલી જાહેર હિતની અરજી મામલે ચાલી રહેલી સુનાવણીમાં હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સતત બની રહેલી આગની દુર્ઘટનાઓ મામલે થયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે સરકારને સળગતા સવાલો કર્યા હતાં. સમગ્ર ગુજરાતમાં અનેક એવી આગની ઘટનાઓ બની છે જેમાં માસૂમોના જીવ ગયા છે ત્યારે આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવો ઘાટ ઘડાય છે. ત્યારે ફાયર સેફ્ટીના અમલીકરણ માટે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી પર સુનવણીમાં હાઈકોર્ટે સરકારને અનેક વેધક સવાલો કર્યા હતાં.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news