કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને શ્રી રઘુવંશી વાડી, ભાભર ખાતે “સહકાર સંમેલન” કાર્યક્રમ યોજાયો

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે ભાભર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે સ્વરૂપજી ઠાકોરને જંગી મતોથી જીતાડી કેસરીયો લહેરાવા જનતાને આહ્વાન કર્યું હતુ.

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને શ્રી રઘુવંશી વાડી, ભાભર ખાતે “સહકાર સંમેલન” કાર્યક્રમ યોજાયો હતો. તેઓ અહીં સહકારી આગેવાનો તેમજ પદાધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આગામી પેટા ચૂંટણીમાં ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને પોતાના મતાધિકાર થકી જંગી લીડ સાથે વિજય અપાવી કેસરીયો લહેરાવવા માટે સૌને આહ્વાન કર્યું.

આ પ્રસંગે સાથી મંત્રી ભીખુસિંહ પરમાર, બનાસ બેંક ના ચેરમેન સવસીભાઈ ચૌધરી , પીરાભાઈ ઠાકોર,  સામનભાઈ, કેસુભા રાજપુત, બાબુભાઈ ચૌધરી, ડી.ડી રાજપુત, નંદાજી ઠાકોર, એમ.બી પટેલ, કનુભાઈ વ્યાસ,  હરિભાઈ આચાર્ય, નોકાબેન પ્રજાપતિ, સહકારી મંડળીના ચેરમેનો, મંત્રીઓ  અને સભ્યો તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news